<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

એર ઈન્ડિયા દ્વારા કચ્છથી મુંબઈ વચ્ચે દૈનિક બીજી ફ્લાઈટ શરૂ કરાશે: જાણો શું છે શિડ્યુઅલ?

એરપોર્ટ ઓથોરિટીના સભ્ય મહેન્દ્ર જોશીએ આપી જાણકારી, ભુજ એરપોર્ટ ઉપર દૈનિક ૫ ફ્લાઈટ સાથે કનેક્ટિવિટી વધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :  મુંબઇ થી કચ્છ વચ્ચે વધતા જતા પ્રવાસીઓની સંખ્યા સાથે અવારનવાર દરરોજની બીજી ફ્લાઈટ શરૂ કરવાની માંગણી કરાતી હતી. જેને પગલે હવે એર ઇન્ડિયાએ દૈનિક અવરજવર માટે બીજી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ શિડ્યુઅલ વિશે “અકિલા” ને વધુ માહિતી આપતા ભુજ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે ૧૦ મે ૨૦૨૫ થી મુંબઈ-ભુજ-મુંબઈ વધુ એક ફ્લાઇટ શરૂ થશે.                            આ ફલાઇટ મુંબઈ થી બપોરે ૧૨/૧૦ એ ઉપડી ભુજ ૧/૩૫ વાગ્યે પહોંચશે. જ્યારે ભુજથી વળતા બપોરે ૨/૦૫ વાગ્યે ઉપડી મુંબઇ બપોરે ૩/૪૦ વાગ્યે પહોંચશે. આ સાથે જ ભુજ એરપોર્ટ ઉપર મુંબઈ માટે દરરોજ ત્રણ, અમદાવાદ માટે એક અને દિલ્હી માટે એક મળી પાંચ વિમાનોની અવરજવર છે. એર ઈન્ડિયા દ્વારા મુંબઈ માટે સવારે, બપોરે અને દિલ્હી માટે સાંજે એમ ત્રણ ફ્લાઈટનું સંચાલન કરાય છે.

(12:52 PM IST)