<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ᅠજૂનાગઢમાં બંટી બબલી સ્‍ટાઇલ્‍થી છેતરપીંડી કરનાર મહિલા સહિત ૩ ઝડપાયા

ઓનલાઇન ટ્રાન્‍જેકશન મારફત ખરીદી કરવાનું કહીને વેપારીઓને નિશાન બનાવતાઃ એ ડીવીઝન પોલીસને સફળતા

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક થી નિલેષ જાજડીયા સાહેબ તથા આઈ/સી પોલીમ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા આ પ્રકારના ગુન્‍સ બનતા અટકે તથા ગુનો આચરનારને કેવી રીતે તુરંત પકડી શકાય તે અંગે જરૂરી સલાહ સુચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય.

જુનાગઢ એ-ડિવી પો.સ્‍ટે. વિસ્‍તારના એમ.જી.રોડ પણઝારી ચોક ખાતે ૅહની નાઇટવેર નામની કાપડની દુકાનમાં એક કપલ ખરીદી ર્ગે આવેલ અને કુલ રૂ.૧૦,૭૦૦/-ની કાપડની ખરીદી કરી તથા પોતે અમદાવાદ ખાતેથી આવા હોય અને હાલ પોતા પાસે રોકડ રકમ ખતમ થઈ ગયેલ હોય જેથી વધારાના રોકડ રૂ.૩,૦૦૦/- માંગતા વેપારીબે કાપડ ઉપરાંત રૂ.૩,૦૦૦/- રોકડ રકમ આપેલ હોય જેથી કપલ પૈકીની મહીલાએ પોતાના મોબાઈલમાં રહેલ ખોટી ફેક ફોન-પે નામની ખોનલાઇન એપ્‍લીકેશન મારફતે સુંદર વેપારીના સ્‍કેનરમાં સ્‍કેન કરી કુલ રૂ.૧૩,૭૦૦/- નું ઓનલાઇન ટ્રાન્‍જેકશન સકસેસ થયેલ હોવા અંગેનો ખોટો મેસેજ વેપારીને બતાવી કોર વ્‍હીલ મારફતે નાસી ગયેલ હોય વિ.મતલબે બનાવ બનેલ હોય જે અનુસંધાને એ ડિવી,પો.સ્‍ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૪૪૫/૨૦૨૫ BNS-૨૦૨૩ ની કલમ. ૩૧૬(૨), ૧૧૮(૨), ૩૩૬(૨), ૩૩SCG), ૩૪૦(૨), ૬૦(એ) તથા આઈ.ટી. એકટ કલમ ૬૬(મી) તથા કક(ડી) મુજબનો વણશોધાયેલ ગુનો રજી થયેલ હતો.

જેથી જુનાગઢ વિભાગ- જુનાગઢના ઇન્‍ચાર્જ નાથબ પોલીસ અધિક્ષક રવીરાજસીહ પરમાર સાહેબે સુંદર વણશોધાયેલ ગુન્‍હાને તાત્‍કાલીક શોંધી આરોપીઓ તથા મુદામાલને પકડી પાડવા માર્ગદશને આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી.પી.કસ્‍ટે.ના પો.ઇન્‍સ. આર કે પરમાર ની અંગેવાની હેઠળ એડીવી પોકરે.ના સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમ બનાવી સુંદર ગુનો આચરનાર આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવા સૂચના કરેલ હોય તે અનુસંધાને પો.સબ ઇન્‍સ. શ્રી વાય એન સોલંકી તથા શ્રી સરતાજ સાંધ તથા પો.સ્‍ટાફે સદર ગુન્‍હાને શોધી કાઢવા જુનાગઢ નેત્રમ શાખાની મદદથી તપાસમાં હોય દરમ્‍યાન સર્વેલેન્‍સ શાખાના પો.સબ ઇન્‍સ શ્રી સરતાજ સાંધ તથા પો.કોન્‍સ કલ્‍પેશભાઇ ગેલાભાઇ ચાવડા તથા  વિક્રમભાઇ મનમુખ પરમારનાઓએ ટેકનીકલ તથા હ્યુમન શોર્સથી બાતમી હકીકત મેળવી આ કામે ગુનો આચરનાર એક મહિલા સહીત કુલ ગણ ઇસમોને કુલ રૂ.૬,૩૯,૩૪૮/- ના મુદામાલ સાથે પકડી પાડતા આ કામનો ગુન્‍હો શોધાયેલ હતો અને આ કામની વધુ તપાસ એ.ડીવી.પી.સ્‍ટે. પો.ઇન્‍સ. આર. કે. પરમાર નાઓ ચલાવી રહેલ છે.

પોલીસે (૧) રાધીકાબેન દેવાંગભાઇ જગદીશભાઇ પઢિયાર રહે. પુણા ગામ, સત્‍યનારાયણ સોસાયટી કેવટ એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નંબર - ૪૦૪, સુરત. (૨) દેવ્‍યંગ સ/ઓ જગદીશભાઈ મોહનભાઈ પઢીયાર રહે. પુણા ગામ, સત્‍યનારાયણ સોસાયટી, કેવટ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નંબર - ૪૦૪, સુરત. (૩) ભાવેશ વીનુભાઇ ગોપાલભાઈ ચાંગેલા રહે, પુણા ગામ, સત્‍યનારાયણ સોસાયટી, કેવટ એપાર્ટમેન્‍ટ  બ્‍લોક નંબર - ૪૦૪, સુરત ની ધરપકડ કરીને  (૧) જુનાગઢ હની નાઇટવેર નામની દુકાનેથી ખરીદ કરેલ કપડા કિ.રૂ.૧૦,૭૦૦/ (૨) મેંદરડા સામણ રોડથી ખરીદી કરેલ કેરીના બોક્ષ-૦૪ કિ.રૂ.૮,૦૦૦ (૩) અમદાવાદ ઇસ્‍કીન રોડ ખાતેની દુકાને ખરીદેલ શૂઝ જોડી-૨ કિ.રૂ. ૨,૪૪૮/ (૪) સુરત લાણા રોડ પરથી ખરીદ કરેલ ટેડી બીયર કિ.રૂ.૨૦૦/ (૫) રોકડ રકમ રૂ.૧,૦૦૦/- જપ્ત કરેલ છે.

આરોપીઓ ફોન-પે તથા ગુગલ-પે તથા પે-ટીએમ જેવી ખોટી/ફેક ઓનલાઈન એપ્‍લીકેશનનો ઉપયોગ કરી સુરત, અમદાવાદ, મોરબી, જુનાગઢ જેવા શહેરોમાં અલગ-અલગ સ્‍થળોએ અલગ-અલગ વેપારીની દુકાને જઈ ત્‍યાંથી ખરીદી કરી તથા પોતે પતી-પત્‍ની કરવા નીકળેલ હોય અને રોકડ રકમ ખતમ થઈ ગયેલ હોય તેમ કહી વેપારીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી રોકડ રકમ મેળવી પોતાના મોબાઇલમાં રહેલ ખોટી ફેક એપ્‍લીકેશન મારફતે વેપારીના સ્‍કેનરને સ્‍કેન કરી વેપારી પાસેથી ખરીદેલ ચીજ વસ્‍તુ તથા રોકડ જેટલી રકમનુ ખોટુ ઓનલાઇન ટ્રાન્‍જેક્‍શન સકસેસ થયા અંગેનો ખોટો મેસેજ વેપારીને બતાવી અલગ-અલગ વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપીંડી ઠગાઇ કરે છે.

આ કામગીરી એ.ડીવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર કે પરમાર તથા પો.સબ.ઇન્‍સ વાય.બેન.સોલંકી તથા સરતાજ સાંધ તથા એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા તથા પો.હેડ.કોન્‍સ મોહસીન અબડા તથા સુરેશભાઇ કારેથા તથા તેજલબેન સિંધવ તથા પો.કોન્‍સ કલ્‍પેશભાઇ ચાવડા તથા વિક્રમભાઇ પરમાર તથા જીગ્નેશભાઈ શુકલ તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઈ કરમટા તથા નીતીનભાઈ હીરાણી તથા નરેન્‍દ્રભાઈ બાલસ તથા અજયસિંહ મહીપતસિંહ તથા જુવાનભાઈ લાખણોત્રા તથા ખીમાણંદ સોલંકી તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્‍સ. શ્રી પી.એચ. મશરૂ તથા પો.કોન્‍સ, સુખદેવસીહ કામળીયા તથા અંજનાબેન થવાણ નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.(તસ્‍વીરઃ મૂકેશ વાઘેલા. જૂનાગઢ) (૩૮.૨૧)

(1:10 PM IST)