તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મગફળીના ભુસાની આડમાં રાજકોટ તરફ જતું દારૂ ભરેલ ટ્રેઇલર વાંકાનેર બાઉન્ટ્રી પાસે ઝડપાયું.: ડ્રાઈવરની ધરપકડ
વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૪૦૪૦ કીમત રૂ.૬૭,૬૯,૯૨૦, ટ્રેઇલર કીમત રૂ.૩૦,૦૦,૦૦૦, રોકડ રૂ.૨૫૦૦. તાલપત્રી રસ્સોસ સહિતનો અન્ય મુદામાલ મળી કુલ કીમત રૂ.૧,૦૨,૭૭,૯૨૦ કબજે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અનેક નુસ્કાઓ અપનાવતા હોય છે ત્યારે મગફળીના ભુસાની બોરીની આડમાં છુપાવીને લઇ જવાતા વિદેશી દારૂ ભરેલ ટેઈલરને વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અમદવાદથી એક ટ્રેઇલર આરજે ૧૪ જીજી ૫૨૦૫ રાજકોટ તરફ જવાનું હોય જે ટ્રેઇલરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઇ જવામાં આવતો હોવાની બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ટ્રેઇલર પસાર થતા તેને રોકી તલાસી લેતા મગફળીના ભુસાની બોરીની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૪૦૪૦ કીમત રૂ.૬૭,૬૯,૯૨૦, ટ્રેઇલર કીમત રૂ.૩૦,૦૦,૦૦૦, રોકડ રૂ.૨૫૦૦. તાલપત્રી રસ્સોસ સહિતનો અન્ય મુદામાલ મળી કુલ કીમત રૂ.૧,૦૨,૭૭,૯૨૦ કબજે કરી ટેઈલર ડ્રાઈવર સતારામ કુશારામ ખોથને ઝડપી પાડ્યો હતો જ્યારે માલ મોકલનાર અને માલ મંગાવનાર સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
