<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ મીટીંગ મળીઃ પાયા માંથી સંગઠન ઊભું કરવા હાકલ

વજીરખાન પઠાણ શક્‍તિશાળી અને કદાવર નેતા છેઃ શાહનવાઝઃ રાષ્‍ટ્રીય કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ અધિવેશન અમદાવાદમાં મળશેઃ વજીરખાન પઠાણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટિ ડિપાર્ટમેન્‍ટ ના પ્રદેશ હોદેદારો ની એક મીટીંગ પ્રદેશ ચેરમેન વજીરખાન પઠાણ ના અધ્‍યક્ષ સ્‍થાને અને ગુજરાત ના પ્રભારી ઇન્‍સાફ અલી આઝાદ ની ખાસ વિશેષ ઉપસ્‍થિતિ માં  જી પી સી સી માં મળેલ હતી

   ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટી ના સુપ્રીમો અને વિરોધ પક્ષ ના નેતા રાહુલ ગાંધી એ લોકો સભા કહેલ કે ગુજરાત માં અમે સરકાર બનાયેગે ની વાત ને સાર્થક કરી બતાવવા મળેલ ગુજરાત કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના પ્રદેશ હોદેદારો ની મીટીંગ માં ગુજરાતના પ્રભારી ઇન્‍સાફ અલી આઝાદ એ જણાવેલ હતું કે આપણે કામગીરી કરી ને આપણે આપણી ઓળખ અને તાકાત ઊભી કરવી પડશે. તેમજ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ નું  જિલ્લા તાલુકા શહેર બોર્ડ અને બુથ અને પેજ લેવલ નું સંગઠન માળખું ૧૫ દિવસ માં ઉભુ કરવું પડશે. અને આવતા દિવસો મા રાષ્‍ટ્રીય કોંગ્રેસ માઇનોરેટિ ડિપાર્ટમેન્‍ટ નું અધિવેશન નેશનલ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના ચેરમેન અને સાસંદ ઇમરાન પ્રતપગઢી ની હાજરી માં મળનાર છે.

 આ પ્રસંગે વજીરખાન પઠાણે જણાવેલ હતું કે હું રાહુલગાંધી ને રૂબરૂ મળી ને કહેલ કે આપણે જે ફેંસલો લેવો હોય તે લ્‍યો પરંતુ ગુજરાત અને કેન્‍દ્ર માંથી ભાજપ ને કાઢો હિન્‍દુસ્‍તાનના માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ તમારી સાથે છે ગુજરાત ભાજપ ની નાપાક સાજીદ થી નારાજ છે એટલે ગુજરાત અને કેન્‍દ્ર ની સરકાર માં ફેર બદલો કરો જેમને જે કહેવું પડે તે કહો માઈનોરેટી કશું ફરક નહીં પડે તેમજ  શ્રી પઠાણે જણાવેલ હતું કે ભાજપ વાળા ખોટું જુઠાણું ફેલાવે છે કે મુસ્‍લિમો જે જમીન ઉપર હાથ મૂકશે તે જમીન તેમની થઈ જશે તે હળાહળ જૂઠ છે મુસ્‍લિમો ને કોય ની જમીન હડપ નથી કરવી મુસ્‍લિમો એ જ વકફ કરી છે  તેવી વાત હિન્‍દુ સમાજ ને સમજાવી પડશે શ્રી પઠાણે એમ કહેલ કે દેશ મુસ્‍લિમ ના હક્ક માટે લડનાર રાજ્‍યસભા ના સાસંદ અને ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના ચેરમેન ઇમરાન પ્રતપગઢીનો આ તકે ખુબ ખુબ આભાર માન્‍યો હતો તેમજ વકફ નો ખરીદો પાસ ન થવા દેવામાં ૨૪૨ સાસંદ સભ્‍યો એ વિરોધ નોંધાવ્‍યો અને હક્ક બાજુ રહ્યા તે બદલ તે તમામ સાંસદો નો આભાર માનવા ઠરાવ કરવા માં આવ્‍યો હતો અને ભાજપ ની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા

   આ તકે ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના વાઇસ ચેરમેન શહનવાજભાઈ એ જણાવેલ હતું કે ગુજરાત માં માઈનોરેટી ના ૧૦ હજાર બુથ છે અને ૪૦ સીટ ઉપર આપણા મતો નિર્ણાયક છે તેવી બુથ લેવલ થી માંથી શહેર તાલુકા અને જિલ્લા લેવલની કામગીરી કરવી પડશે એટલે આપણે કોય જગ્‍યા જવા ની જરૂર નથી લોકો આપણને ગોત તા ગોતા આવશે 

 આ તકે ગુજરાત ભર માંથી આવેલ તમામ હોદેદારો એ જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાત ભર માંથી માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના હોદેદારો આગેવાનો મોટી સંખ્‍યા ઉપસ્‍થિત રહ્યા હતા. આ સુંદર મજા ના કાર્યક્રમ નું સંચાલન ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના વાઇસ ચેરમેન અને ઇન્‍ચાર્જ નાસીરખાન પઠાણે કરેલ હતું.

(1:16 PM IST)