તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું
મૃતક અંકુર રામાણીને પત્ની રિસામણે હોવાથી તેનું ટેન્શન હોવાની શક્યતા: આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી

સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ વહેલી સવારે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના 32 વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની તપાસમાં અંકુર રામાણીએ આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.
મૃતક અંકુર રામાણીને પત્ની રિસામણે હોવાથી તેનું ટેન્શન હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મૃતક અંકુરને ચાર બહેનો અને પોતે એક જ ભાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે એપીએમસીનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
