તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વજેપર-મોરબીની ખેતીની જમીન અંગેના બોગસ દસ્તાવેજ મુદ્દે સિવિલ કોર્ટમાં સ્ટે

રાજકોટ, તા.૨૯: વજેપર- મોરબીની સતવારા (ડાભી) પરિવારની વારસાઈ ખેતીની જમીન માં ખોટો અને બોગસ દસ્તાવેજ બનાવવા માટે મોરબી સબ રજીસ્ટર ઓફિસમાં ચોરી કરેલ અને તેનો રેકર્ડ નાસ કરીને ત્યારબાદ બોગસ, ખોટો વેચાણ દસ્તાવેજ બનાવેલ હોય તે બાબતે ચાલતા વિવાદમાં સિવીલ કોર્ટ દ્વારા વચગાળાનો મનાઈ હુકમ (સ્ટે) મોરબીની કોર્ટે ફરમાવેલ છે.
ગામ - વજેપર તા.જી. મોરબી ના રહીશ સ્વ. કરમશી હરી ડાભીના વારસદારો મોરભાઈ વાલજીભાઈ ડાભી, પ્રભુભાઈ વાલજીભાઈ ડાભી, છગનભાઈ વાલજીભાઈ ડાભી, વખતબેન, સવીતાબેન, જોસનાબેન, કાંતાબેન, તથા બાબુભાઈ વાલજીભાઈ ડાભી વિગેરે મોરબીના મહે. પ્રિન્સીપલ સિવીલ જજની કોર્ટમાં દિવાની કેશમાં (૧) એડવોકેટ મહાવિરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા- મોરબી(૨) જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ- મોરબી (૩) જેરામ માવજી કોળી સામો દાવો દાખલ કરીને કહેવાતો દસ્તાવેજ નંબર ૨૧૪૫ તા. ૧૩-૧૧-૬૪ વાળો તથા વેચાણ દસ્તાવેજ નં.૧૦૦૭૬ તા.૧૮/૦૪/૨૦૨૩ રદ બાતલ ઠરાવવા વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ અપવા તથા દાવા અરજીની સાથે સી.પી.સી.- ઓર્ડર- ૩૯, કુલ- ૧,૨ તથા કલમ ૧૫૧ નીચે દાવો ચાલતા દરમીયાન વચ્ચગાળાના મનાઈ હુકમની માંગણી કોર્ટે પાસે કરેલ હતી.
કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળીને જણાવેલ કે, એફ.આઈ.આર. ની નકલ ધ્યાને લેતા તથા ચાર્જશીટમાં જેરામભાઈ માવજીભાઈ કોળીનું નામ દર્શાવેલ છે. તેમજ ભીમજીભાઈ ડાભી દ્વારા બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવવા માટે પણ એફ.આઈ.આર. કરવામાં આવેલ છે. રેવન્યુકે રેકર્ડનો અભ્યાસ કરતા પ્રથમ દસ્ટ્રીએ એવુ લાગે છે કે, હાલના વાદીઓ કરમશીભાઈ હરીભાઈના વારસો છે હાલના પ્રતિવાદી જે નંબર ૧, જેરામભાઈ માવજીભાઈ કોળીએ ખોટો દસ્તાવેજ બનાવીને પ્રતિવાદી નંબર-૨,૩ ને દસ્તાવેજ નંબર - ૨૧૪૫ ની રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવીને વેચાણ કરેલ તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચોરી કરીયા પછી રેકડનો નાશ કરવામાં આવીઓ જેની એફ.આઈ.આર. દાખલ થયેલ હોય તથા દિવાની કેશ નંબર - ૩૯/૨૦૧૫ જે દાખલ કરવામાં આવેલ હતો. તે વજેપર ગામના રેવન્યુ સર્વે નંબર- ૧૨૦/૧ પૈકી ૨ નો દાખલ કરવામાં આવેલ હતો. આમ વાદીનો કેશ પ્રથમ દસ્ટ્રીએ મનાઈ હુકમ આપવા માટે યોગ્ય હોય તેમ ઠરાવીને મોરબીના ૨ એડી. સીવીલ જજ બીજા એ દાવાનો આખરી નીકાલ ન આવે ત્યા સુધી વચ્ચગાળા નો મનાઈ હુકમ (સ્ટે) પ્રતિવાદી ઓની વિરૂધ્ધમાં અને વાદીઓની તરફેળમાં ફરમાવેલ છે.
આ કેસમાં વાદી વતી રાજકોટના એડવોકેટ સંજયભાઈએચ.પંડયા તથા મનિષભાઈએચ.પંડયા, જયદેવસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ જાડેજા રોકાયેલ છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
