<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પત્‍ની-પુત્રને માસિક પાંચ હજારનું ભરણપોષણ ચુકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટઃ તા. ર૯, પોતે કાંઇ કમાતો નથી તેવો બચાવ લેનાર પતિને વચગાળામાં પત્‍ની, બાળકને રૂા.પ૦૦૦/- ભરણ પોષણ ચૂકવવાનો આદેશ જેતપુરની અદાલતે આપ્‍યો હતો.

જેતપુર મુકામે રહેતી પરણીતા ભાવનાબેનના લગ્ન બેંગલોર રહેતા ભરણ ગોપાલરામ પટેલ સાથે સને ર૦ર૧ ની સાલમાં થયેલ હતા અને લગ્નબાદ પરણીતા પોતાના સાસરે સયુંકત કુટુંબમાં રહેવા ગયેલ હતી અને આ લગ્ન જીવનથી તેને એક સગીર પુત્રનો જન્‍મ થયેલ હતો, ત્‍યારબાદ પતી-પત્‍ની વચ્‍ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે (૧) પતીઃ ભરત ગોપાલરામ પટેલ(ર) સસરાઃ ગોપાલરામ ચીનારામ પટેલ(૩) સાસુઃ મોહિનીદેવી ગોપાલરામ પટેલ (૪) નણંદઃ ઇન્‍દીરાદેવી ધીરજ પટેલ,(પ) નણદોયઃ ધીરજ અમરરામ પટેલ સામે જેતપુરની ફોજદારી અદાલતમાં ડોમેસ્‍ટીક વાયોલેંન્‍સ એકટ તળે ફરીયાદ પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે દાખલ કરેલ હતી અને કેસ ચાલે તે સમય દરમ્‍યાન વચગાળામાં પણ ભરણપોષણ ની માંગ કરતી અરજી કરેલ હતી.

સાસરીયાને અદાલતની નોટીસ બજતાં તેઓ હાજર થયેલ અને અરજીનો જવાબ અને મહે. સુપ્રિમ કોર્ટનું આવક જવાબદારીનું સોગંદનામું રજૂ કરેલ હતું જેમાં પતીએ જણાવેલ કે તે પોતાના પિતા ઉપર નીર્ભર છે. અને દલીલમાં પણ તેના તરફથી રજુઆત થયેલ કે પતી કાંઇ કમાતો ન હોઇ પિતા ઉપર નિર્ભર હોઇ તેની સામે ભરણપોષણનો હુકમ થઇ શકતો નથી.

આ પછી વચગાળાની અરજી દલીલ પર આવતાં પરણીતાના વકીલ શ્રી અંતાણીએ લંબાણ પૂર્વકની દલીલો રજુ કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઇ જેતપુરની ફોજદારી અદાલતે પતી ભરત પટેલે અરજીની દાખલ તારીખથી એટલે કે ર૧/૩/રપ થી પરણીતા અને પુત્રને માસિક રૂા.પ૦૦૦/ વચગાળામાં ભરણ પોષણ પેટે ચુકવવા તેવો હુકમ કરેલ હતો જેથી પરણીતા કેસ ચાલું થયા પહેલાં જ પતી પાસેથી ૬પ૦૦૦/- વચગાળાના ભરણપોષણ ના વસુલવા હકકદાર બનેલ જેથી પરણીતાએ રાહતનો દમ લીધો હતો.

આ કેસમાં પરણીતા ભાવનાબેન વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીબેન કુરેશી તથા સ્‍નેહલબે પંડયા વકીલ તરીકે રોકાયેલ છે.

(2:42 PM IST)