News of Tuesday, 29th April 2025
મોરબીના માળિયા મિંયાણામાં એક જ પરિવારના 14 સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર
પરિવારના સભ્યોએ નોનવેજ ખાધા બાદ 14 લોકોની તબિયત લથડી

મોરબીના માળિયા મિંયાણામાં એક જ પરિવારના 14 સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થવા પામી છે. ગઈકાલે આ પરિવારના સભ્યોએ નોનવેજ ખાધા બાદ આજે સવારે 14 લોકોની તબિયત લથડી હતી.
તમામને પ્રથમ માળિયા મિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ 14 લોકોની તબિયત સ્થિર હોવાનુ ફરજ પરના તબીબોનું કહેવું છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
