News of Wednesday, 30th April 2025
રાજયમાં પ્રથમ રબ્બર ડેમનુ થશે નિર્માણ : કુંવરજીભાઈના હસ્તે ખાતમુર્હૂત.
રૂ. ૧૦૦ કરોડના ખર્ચે તાપી જીલ્લામાં આવેલ અંબિકા નદી પર એર-ફિલ્ડ રબર ડેમનુ અત્યંત આધુનિક ટેકનિકથી નિર્માણ થશે:386 મીટરની લંબાઈ ધરાવતા ડેમમાં 280 મીટરનો રબ્બર ડેમ બનશે, માટી પાળાની લંબાઈ 106 મીટર,ઉંચાઈ 4.5 મીટર:123 એમ.સી.એફ.ટી.પાણીની સંગ્રહ શકિત:650 હેક્ટર જમીનમાં સિંચાઈ ઉપલબ્ધ થશે.

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.30
ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ દવારા ડોલવણ તાલુકાના સી.એફ.ટી. પાઠકવાડી ગામે અને બોડેલી તાલુકાના રાજવાસણા ગામે બે એર-ફિલ્ડ રબર ડેમનું આયોજન કરવામાં આવેલ છે જેમા પાઠકવાડી એર-ફિલ્ડ રબર ડેમનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઞઈ કાલે ભુમિ પુજન અને ખાતમુર્હત કર્યુ હતુ.
રાજ્યમાં પ્રથમ વખત બની રહેલા આ એર-ફિલ્ડ રબર ડેમ નવી ટેકનોલોજીનું બેરેજ જેવું મોટા સ્ટ્રકચર વાળુ પ્રથમવાર જળ સંપત્તિ વિભાગ દવારા બનાવવામાં આવી રહયુ છે.
આધુનિક ટેકનોલોજીવાળા ડેમની કુલ લંબાઇ ૩૮૬.૦૦ મીટર છે જેમા રબર ડેમની લંબાઇ ૨૮૦.૦૦ મીટર અને માટીપાળાની લંબાઇ ૧૦૬.૦૦ મીટર છે. આ રબર ડેમની કુલ ઉંચાઇ ૪.૫ મીટર છે અને કુલ સંગ્રહશક્તિ ૧૨૩.૦૦ એમ.સી. એફ.ટી છે. આ રબર ડેમ થી આશરે ૬૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે અને ઉપરવાસના પાઠકવાડી, સિંણધઇ,ઉનાઇ, ઢોડિયાવાડ વિગેરે ગામોને ઉદ્દવહન દવારા સિંચાઇનો લાભ મળશે.
પાઠકવાડી રબર ડેમની પાછળ ૯૯.૯૬ કરોડનો ખર્ચ થશે. આ રબર ડેમ સંપૂર્ણપણે ઓટોમેટિક ટેકનોલોજી એટલે કે SCADA System થી સંચાલન કરવામાં આવશે.
ચોમાસામાં ઉપરવાસમાં કાંપના ભરાય તે માટે રબર ડેમમાંથી હવા કાંઢી સપાટ કરી શકાશે અને ચોમાસામાં ઉપરવાસમાં આવરા પ્રમાણે SCADA System દ્વારા તેમાં હવા ભરી ફરીથી રબર ડેમને મુળ ઉંચાઇ પર લઇ જઇ શકાશે. વધુમાં આ રબર ડેમના મરામત અને નિભાવણીના ખર્ચનો દસ વર્ષ માટે કામગીરીના અંદાજોમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ રબ્બર ડેમનું આયુષ્ય અંદાજે ૩૦ વર્ષ જેટલું હોય છુ તેમજ ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ તેના રબરને કોઇ અસર થશે નહીં.
આધુનિક અને “ફુલ્લી ઓટોમિટક ટેકનોલોજી" ના રબર ડેમવાળા બેરેજનું આયોજન રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે.આ રબ્બર ડેમ તૈયાર થતા આજુબાજુના વિસ્તારમાં સિંચાઇનો લાભ થશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
