<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ભાવનગરમાં યુવાન અને સગીરાએ સજોડે ઝેરના પારખા કર્યા : બંને સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: ભાવનગરના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ પાસે ગત રાત્રિના સમયે મહુવા પંથકના યુવાન અને સગીરાએ સજોડે વિષપાન કરી લેતા બંનેને સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ પાસે ગત રાત્રિના ૯ વાગ્‍યાના અરસામાં મહુવા તાલુકાના તાવેરા ગામના યુવાન રાજદીપ વલકુભાઈ સીઢા (ઉં.વ.૧૯) અને મહુવાના નેસવડ ગામમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ કોઈ કારણોસર સજોડે વિષપાન કરી લેતા બંનેને સારવાર અર્થે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં બન્નેની હાલત સ્‍થિર હોવાનું જાણવા મળેલ છે.બન્ને વચ્‍ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ છે.આ અંગે હોસ્‍પિટલ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ મથકે જાણ કરી છે. આ ઘટનાની જાણ થતા બંનેના પરિવારજનો પણ ભાવનગર દોડી આવ્‍યા હતા.(૨૩.૫)

(10:13 AM IST)