News of Wednesday, 30th April 2025
ગોંડલના ગણેશ જાડેજાના બેનર ફાડવા અંગે કોંગ્રેસી દિનેશ પાતર સામે ગુનો નોંધાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૦ :.. શહેરમાં ગણેશ જાડેજાના બેનર ફાડવા અંગે કોંગ્રેસી દિનેશ પાતર સામે ગુન્હો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ ગોંડલમાં ખટારા સ્ટેન્ડ ડો. આંબેડકરની પ્રતિમા વાળા ચોકમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયાના વિરોધમાં લખાણ લખેલા ચાર જેટલા બેનરો કોંગ્રેસનાં દિનેશભાઇ પાતરે ફાડી તોડી રસ્તા પર ફેંકી દેતા પોલીસે બીએનએસ કલમ ૩ર૪ (ર) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
