News of Wednesday, 30th April 2025
જુનાગઢના ઇવનગરમાં કુદરતી હાજતે જવા નીકળેલા વૃધ્ધનું ‘હિટ એન્ડ રન'માં મોત
જુના ગાભાના ધંધાર્થી નરભીભાઇ કણસાગરાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: જુનાગઢના ઇવનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં એક વૃધ્ધનું મોત થયું છે. ઘરેથી કુદરતી હાજતે જવા માટે નીકળ્યા ત્યારે કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર હાલતમાં તેમને રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ઇવનગરમાં મેંદરડા બાયપાસ પાસે રહેતાં નરભીભાઇ નાગજીભાઇ કણસાગરા (ઉ.વ.૭૦) ૨૭મીએ સાંજે પોણા આઠેક વાગ્યે ઘરેથી બાયપાસ પાસે કુદરતી હાજતે જઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
નરભીભાઇ ચાર ભાઇ અને પાંચ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. નભરીભાઇ જુના ગાભાનો ધંધો કરવાની સાથે કડીયા કામની મજૂરી પણ કરતાં હતાં. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
