News of Wednesday, 30th April 2025
કેશોદ નજીક રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલક રાવલ ગામના યુવાનનું કરૂણમોત
જાણ્યો વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી નાસી છુટતા તપાસ હાથ ધરાઈ

જામખંભાળીયા પોરબંદર હાઈવે પર અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે. કેશોદ નજીક રાત્રે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાવલ ગામના 39 વર્ષિય રામાભાઇ પરમારનામના બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. અજાણ્યો વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી નાસી છુટતા તપાસ હાથ ધરાઈ છે. મૃતકના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.અજાણ્યા વાહન ચાલકને શોધવા પોલીસે વિવિધ દીશામાં તપાસ હાથ ધરી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
