News of Wednesday, 30th April 2025
ધોરાજી પાસે કાર ડિવાઇડરની જાળી ઉપર ચડી ગઇઃ ર ને ગંભીર ઇજા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૩૦: ધોરાજીના જેતપુર નેશનલ હાઈવે તરફ ધોરાજીથી ફોરવીલ કારચાલક રાજકોટ તરફ જતો હતો ત્યારે અચાનક પુરપાટ ઝડપે ઠોકર મારતા કાર ડિવાઇડર સાથે અથડાઈને છલાંગ મારી હોય એ પ્રકારે ડિવાઈડરની જાળી સાથે જે આવીને અથડાઈ હતી ગંભીર અકસ્માતમાં ડમ્પર ચાલકે માનવતા મૂકીને નાસી છૂટયો હતો જ્યારે કારમાં બેસેલા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ૧૦૮ એબ્યુલન્સ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે હજુ સુધી કોઈ માહિતી મળી નથી ડમ્પરચાલક અંગે તપાસ ચલાવી રહી છે.
આ ઘટનામાં જોનાર વ્યક્તિએ એવું જણાવેલ કે ધોરાજીથી રાજકોટ તરફ કાર જતી હોય ત્યારે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે કારને ઠોકર મારી ડમ્પર ચાલક નાસી છૂટયો હતો અને કાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
