<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

આ વર્ષે જામનગર જામનગર જીલ્લામાં સારો વરસાદઃ ગામઠી પરંપરાની આગાહી

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના લીંબુડાના ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ અખાત્રીજના સવારે ધુમાડાની દિશાના આધારે વરસાદનું પુર્વાનુમાન

(મુકુંદ બદીયાણી દ્વારા)  જામનગર તા.૩૦: વરસાદનો વરતારો જોવા માટે અલગ અલગ પ્રકારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાડવામાં આવતું હોય છે. ત્‍યારે જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં આવેલા ગ્રામ્‍ય વિસ્‍તાર લીંબુડામાં અખાત્રીજના વહેલી સવારે પરોઢિયે વડીલો દ્વારા ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજવલિત કરી ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી કરવામાં કર્યો છે. ત્‍યારે અખાત્રીજના વહેલી સવારે ૪:૩૦ વાગ્‍યાથી બે કલાક સુધી ખેતરમાં ખુલ્લા સ્‍થળે જઈ વડીલ ખેડૂત દ્વારા પરંપરાગત ૪૦ વર્ષની માફક આ વર્ષે પણ અગ્નિ પ્રજ્‍વલિત કરી તેની ધુવાણાની દિશાના આધારે વરસનો વર્તારો આપ્‍યો છે. આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખુણા તરફ જતો જોવા મળ્‍યો હતો. જેને લઈને વડીલો એ કહ્યું છે કે, આ વર્ષે જામનગર જિલ્લાનું વરસાદી સીઝન સારી રહેશે. અને પોતાના અનુભવોના આધારે અખાત્રીજના પરોઢિયે આ વરતારો આપ્‍યો છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:26 PM IST)