News of Wednesday, 30th April 2025
જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ
કારોબારી મીટીંગમાં બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરાયો

જામનગર: જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનની કારોબારી મીટીંગ તારીખ ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ સાંજના ૬-૩૦ વાગ્યે યોજાઈ હતી.
આ મીટીંગમાં તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંગઠનના સભ્યોએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
