<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ

પરેશ પારેખ, પોરબંદર: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની પોરબંદર પોલીસે ધરપકડ કરી છે.

બે દિવસ પહેલા વાયરલ થયેલા એક વિડીયોના સંદર્ભમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ અંગેની વધુ વિગતો પોલીસ દ્વારા આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે.

(12:10 AM IST)