News of Thursday, 1st May 2025
કચ્છના રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૭ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
૧૩૦ થી વધુ લોકો ની તપાસ કરવા મા આવી જેમાંથી ૫૫ જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : માનવ સેવા એજ પ્રભુ સેવા ને વરેલી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ધણા સમયથી દર મહિને ઓગણત્રીસ તારીખ ના રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દાતાઓના સહયોગથી નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં અસંખ્ય લોકો ની તપાસ કરી મોતીયા અને વેલ ના ઓપરેશન વિના મૂલ્યે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે આવવા જવા ની સુવિધા સાથે ઓપરેશન કરવામાં આવે છે તે મુજબ આજે દરીયાસ્થાન મંદિર ખાતે સિતોતેર મા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતા તરીકે રામાપીર ભરોસે રહયા હતા આજે ૧૩૦ થી વધુ લોકો ની તપાસ કરવા મા આવી હતી જેમાં થી ૫૫ જેટલા લોકો ના ઓપરેશન કરવામાં આવશે આજે ડો અલ્પેશ ખરેડીયા તથા પ્રવિણભાઈ ઝાપડીયા એ તપાસ કરી હતી. આ નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમિયાન રસિકલાલ આદુઆણી દિનેશ ચંદે વેલજી લુહાર ડાયાભાઇ ઠાકોર શૈલેષ ભીંડે નિલેશ કારીયા ભોગીલાલ ઠકકર દાનાભાઇ મારાજ પ્રભુલાલ રાજદે અરવિંદ દરજી વિગેરે એ સહયોગ આપ્યો હતો. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
