<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પ્રત્યેક કોંગ્રેસી સત્તા પરિવર્તનના ધ્યેય સાથે કામે લાગે તો ભાજપનું ગુજરાતમાં પતન નિશ્ચિત: નિઝામુદ્દીન કાઝી

કચ્છમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઓબ્ઝર્વર દ્વારા સંગઠન સુજન અભિયાન અંતર્ગત સેન્સપ્રક્રિયામાં જિલ્લા પ્રમુખની યોગ્યતા ચકાસાઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા લોકસભા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ૨૦૨૭માં કોંગ્રેસપક્ષની સરકાર બનાવવા તમામ એ સ્થળેથી તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે સંગઠન સુજન અભિયાન અંતર્ગત યજુવેન્દ્રસિંહ જાડેજા નેતૃત્વતળે સ્મૃતિવન મધ્યે આ અભિયાનનો પ્રારભ ભુજ તાલુકા શહેરની મીટીંગથી કરાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય નિરીક્ષક અને સતત ચોથીવખતના કોંગ્રેસના ઉતરાખંડના ધારાસભ્ય નિઝામુદ્દીન કાઝીએ ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ગુજરાતમાં ૩૭ ટકા મત છે પરંતુ ક્યાંક મતદાન ઓછું તથા ભાજપની લોકશાહી અને બંધારણ વિરોધી નીતિ ના પરિણામે મતોની ચૂંટણીમાં ગેરરીતિ કરી ભાજપ ચૂંટણી જીતે છે. પરંતુ આજે પણ ગુજરાતમાં ભાજપ જનાધાર વીહિંન છે તેની સામે કોંગ્રેસ પક્ષના આગેવાનોએ મક્કમતા અને લડાયક વૃતીથી લડવું પડશે પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવી પડશે કોંગ્રેસ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરીને વિશ્વાસ સંપાદન કરવો પડશે જેથી તમામ સ્તરે રાહુલજી બારીકાઈ થી કામ કરવા માંગે છે સંગઠન બદલાવની પ્રક્રિયા સ્વભાવિક છે પરંતુ ગુજરાતમાં સત્તા પરિવર્તનને ધ્યેય બનાવી મહેનત કરવાની તમામ કોંગ્રેસ નેતાઓને જરૂર છે તેથી તમામને કામે લાગી જવા શ્રી કાઝીએ અપીલ કરી હતી

રાધનપુરના વતની અને પૂર્વ ધારાસભ્ય પ્રદેશના મુખ્ય નિરીક્ષક રઘુભાઈ

દેસાઈએ જણાવ્યું હતું કે, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને કદાપી સાંખી નહીં લેવાય સંગઠન નિર્માણમાં મહેનતુ કાર્યકરોને ન્યાય મળશે અને સંખ્યા નહીં પણ સક્ષમ કાર્યકરની હાજરીની નોંધ લઈ અને પીઢ અને પ્રખર કાર્યકરોની હાજરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો 

ઉપરાંત નિરીક્ષકશ્રીઓ પીનાબેન ગડીયા, રણજીત ઠાકોર કિરીટસિંહ ઝાલા પ્રકાશ વાઘાણી વગેરે નિરીક્ષકશ્રીઓએ તથા પ્રદેશના આગેવાનો વી કે હુંબલ, આદમભાઈ ચાકીએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીના આગેવાનોએ જે ભાજપની સામે લડત કાર્યક્રમમાં સતત સહકાર આપેલ જેથી કચ્છ કોંગ્રેસ મજબૂત બની તેના માટે કાર્યકરોની પ્રસંશા કરી હતી તથા જિલ્લા વ્યાપી કાર્યક્રમ શૃંખલાની માહિતી આપી હતી. ત્યારબાદ તમામ નિરીક્ષકશ્રીઓએ જિલ્લા પ્રમુખના દાવેદારોની યોગ્યતા ચકાસવા પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં કોંગ્રેસ પક્ષની પરંપરા મુજબ મુક્તમને તમામ સંગઠન ઇચ્છુકોને વન ટુ વન નિરીક્ષકો મળ્યા હતા. કાર્યક્રમોની શરૂઆતમાં સ્વાગત પ્રવચન ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ અને આભાર વિધિ ભુજ તાલુકા પ્રમુખ લાખાજી સોઢા અને સંચાલનનું સંયુક્ત રીતે રામદેવસિંહ જાડેજા અને ડો.રમેશ ગરવા એ સંભાળ્યું હતું. આયોજન વ્યવસ્થા ધીરજ ગરવા, અંજલી ગોર, આદમ કુંભાર વિ એ સંભાળી હતી 

કાર્યક્રમની શરૂઆતમાં સેવાદળ ના જિલ્લા પ્રમુખ રાજેશ સોની દ્વારા વંદે માતરમ

ગીતનું રાષ્ટ્રગાન કરાયું હતું  ત્યારબાદ તમામ રાષ્ટ્રીય પ્રદેશ નિરીક્ષકોએ વીર દેવાયત બોદરની પ્રતિમાને વંદના તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા જેમાં અરજણ ભૂડીયા, રફીક મારા, રાધાસિંહ ચૌધરી, હાજી ગની માજોઠી, દેવેન્દ્રસિંહ જેઠવા, રાજેશ ત્રિવેદી આઈશુબેન સમા, નારાણભાઈ બળીયા, ભરત સોલંકી, હકુભા જાડેજા, કલ્પના જોશી, અમૃતાદાસ ગુપ્તા, ગનીભાઈ કુંભાર, રાજેશ આહીર, ઇલિયાસ ઘાંચી 

એચએસ આહીર, પુષ્પાબેન સોલંકી, ઈશા મૂતવા, હાસમ સમા, દાના બડગા, જયંતિ પારેખ, રોબિન શાહ, ભાણજી રૂપાણી, બાબુ બાદરા, દિલીપ મહેશ્વરી, અશરફશા સૈયદ, તેજસિંહ થારુ, વિશાલ ગઢવી, ધૈર્ય ગોર સહિતના આગેવાનો કાર્યકરો સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવું કચ્છ કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયુ છે.

(9:46 AM IST)