<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ગોંડલમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ટેકાના ભાવે ચણા વેચવામાં ખેડૂતોમાં ઉત્‍સાહનો અભાવઃ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧: ગોંડલ શહેર અને તાલુકામાં અલગ અલગ ચાર જેટલી જગ્‍યા ઉપર ટેકાના ભાવના ચણાની ખરીદી કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્‍યું છે. ટેકાના ૨૦ કિલો ચણાનો ભાવ રૂ.૧૧૩૦ થયો છે. ટોટલ કોથળામાં ૫૦ કિલો ચણા ભરતી કરવામાં આવે છે. ૭૦૦ ગ્રામ કોથળાનો વજન ગણવામાં આવે છે. ટોટલ વજન ૫૦ કિલો ૭૦૦ ગ્રામ વજન ગણવામાં આવે છે.

જામવાડી જૂથ સેવા સહકારી મંડળી ગોંડલ તાલુકા ખરીદ વેચાણ સંઘ, કોડીથડ જૂથ સેવા સહકારી મંડળી, પાટીદર જૂથ સેવા સહકારી મંડળી વગેરે જગ્‍યાએ ખરીદી ચાલુ થઈ છે. જામવાડી જૂથ સેવા સહકારી મંડળીમાં રોજ ૧૦૦ ખેડૂત બોલાવવામાં આવે છે. જેમાંથી ૪૦ થી ૪૫ ખેડૂતો જ આવે છે. Apmc કરતા થોડો ભાવ વધારો છે. છતાં લોકો ટેકાના ભાવે વેચવા ઓછા આવે છે.

ખેડૂતો અને વેપારીઓને પૂછપરછ કરતા જાણવા મળી આવ્‍યું કે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ચણાનું વેચાણ કરી ચૂકયા છે કારણ કે થોડા સમય પહેલા એવી વાતો થઈ હતી કે સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી નહીં કરે તેને લઈને ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ચણા નું વેચાણ કરી ચૂકયા છે જેમને લઈને હાલ ટેકાના ભાવે વેચાણ કરવા ઓછા ખેડૂતો જોવા મળે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ) (૩૮.૯)

(10:24 AM IST)