તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
ચંડોળામાં દબાણ તૂટતાં બાંગ્લાદેશી પરિવારને આશરો આપનાર મુન્દ્રાનો બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો
કુલ ૮ બાંગ્લાદેશી ઝડપાયા, મુન્દ્રાનો પરિવાર ઘણા સમયથી સ્થાયી હોવાની ચર્ચા વચ્ચે કચ્છમાં ઘણા પરિવારોના વસવાટની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : ગુજરાતમાં અને કચ્છમાં લાંબા સમયથી અનેક બાંગ્લાદેશી પરિવારો રહેતા હોવાની ચર્ચા અને ચકચાર છે. દરમ્યાન મુન્દ્રામાં શંકાસ્પદ બાંગ્લાદેશી પરિવારની માહિતીને આધારે પોલીસે તપાસ કરતા બે પરિવારોના ૮ જણ ઝડપાયા હતા. મુન્દ્રામાં સુખપર વાસમાં રહેતા મોહમ્મદ આલમ તેની પત્ની અને ત્રણ સંતાનો બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું. જ્યારે વધુ તપાસમાં તેમને ત્યાં અમદાવાદથી આવેલ મોહમ્મદ ફૈસલ શેખ, તેની પત્ની અને પુત્રી મળી આવ્યા હતા. આ પરિવાર ચંડોળા દબાણ હટતા અહીં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ સાથે આ બંને પરિવારના ૮ જણા ને ભુજ જેઆઈસીમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. જોકે, કચ્છમાં ઉદ્યોગીકરણ બાદ અનેક બાંગ્લાદેશી પરિવારો વસ્યા હોવાની ચર્ચા વચ્ચે વધુ તપાસ હાથ ધરાય એ જરૂરી છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
