<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

બાબરાના પાટીદાર ઉદ્યોગપતિના પિતા-પુત્રનું વલ્લભીપુર પાસે અકસ્માતમાં મોત:પુત્રવધુ ગંભીર

અમદાવાદ થી બાબરા પરત આવતા હતા એ દરમિયાન વલભીપુર પાસે આઇસર ટ્રક સામેથી અથડાતા સર્જાયો અકસ્માત:પાટીદાર સમાજમાં ધેરો શોક

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 1 :  બાબરાના ઉદ્યોગપતિ પાટીદાર ઇન્ડસ્ટ્રીઝ વાળા જીતુભાઈ બોરસણીયાના પિતા ભુપતભાઈ રામજીભાઈ અને પુત્ર જયભાઈ અમદાવાદ થી ગઈકાલે બાબરા પરત આવતા હતા તે દરમિયાન વલ્લભીપુર પાસુ સામેથી આવતા આઇસર ટ્રક સાથે કાર અથડાતા ભુપતભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પુત્ર જયભાઈનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે પુત્રવધુ એકતાબેન ને પણ ગંભીર ઈજા થઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બાબરાના ઉદ્યોગપતિ પાટીદાર ઇન્ડસ્ટ્રીઝ વાળા જીતુભાઈ બોરસાણીયાના પિતા અને પુત્ર કામથી અમદાવાદ ગયા હતા ગઈકાલે બાબરા પરત આવતા હતા ત્યારે વલભીપુર પાસે સામેથી આવતા આઇસર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ જતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ઉંમર વર્ષ 80 નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે જયભાઈ જીતુભાઈ બોરસાણીયા ઉંમર વર્ષ 32 નું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવમાં જીતુભાઈના પુત્રવધુ એકતાબેનને ગંભીર ઇજા થઈ છે.

આ બનાવથી પાટીદાર સમાજમાં અને જીનીંગ ઉદ્યોગમાં ભારે શોક છવાઈ ગયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે જીતુભાઈના પિતા ભુપતભાઈના મૃતદેહને કારમાંથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો.

 

(11:02 AM IST)