તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 1st May 2025
જૂનાગઢમાં મૈત્રી કરાર મુદ્દે યુવતીના ભાઈ સહિત ૩ શખ્સે ઘરમાં ઘૂસી છરી મારી
ફૂલ ઝાડના કુંડાના ઘા કરી નુકસાન પણ કર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૧: જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં મૈત્રી કરાર મુદ્દે યુવતીના ભાઈ સહિત ૩ શખ્સે વળદ્ધના ઘરમાં ઘૂસી હુમલો કરી પરિવારના ૪ સભ્યોને છરીથી ઈજા પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે ધમકી આપી હતી.
જૂનાગઢના ટીંબાવાડીમાં બાયપાસ સામે મધુરમમાં આવેલ વળંદાવન સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય વેપારી ખીમજીભાઇ આણંદજીભાઈ ચાવડાનાં દીકરા પંકજે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રેહાન મન્સૂરીની બહેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. જેનું મનદુઃખ રાખી મંગળવારની રાત્રે રેહાન મન્સૂરી અને ૨ અજાણ્યા શખ્સે વળદ્ધના ઘરમાં ઘૂસી ફૂલ ઝાડના કુંડાના ઘા કરી નુકસાન કર્યું હતું તેમજ રેહાને છરી વડે ખીમજીભાઇ, તેના પત્ની, દીકરી અને પુત્રવધુને છરકા ઇજા પહોંચાડી હતી.
તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા ચારેય પરિવારજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને લઈ મહિલાની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
