News of Thursday, 1st May 2025
શાપરમાં યુપીના તેત્રીસ વર્ષના રાજેશનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૧: શાપર વેરાવળ જીઆઇડીસી રોડ પર અક્ષર પોલીપેટ નામના કારખાનામાં કામ કરતો અને કર્મચારીઓની રૂમમાં રહેતો મુળ યુપીનો રાજેશભાઇ રામનારાયણ ચમાર (ઉ.વ.૩૩) રાતે ત્રણેક વાગ્યે રૂમ પર હતો ત્યારે એકાએક છાતીમાં ગભરામણ થયા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
રાજેશભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. રાજેશભાઇ ઘણા વર્ષથી શાપર રહી કારખાનામાં કામ કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૬)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
