News of Thursday, 1st May 2025
સુખપર પાટીયે બાઇક-બૂલેટ અથડાતાં ગોખલાણાના ૨૫ વર્ષના મહેશનું મોત
કોથમરી વેંચી હોઇ તેના પૈસા લેવા ગઢડા જતો હતોઃ આઠ મહિનાની સારવારને અંતે દમ તોડયોઃ માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ વાઘેલા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: જસદણના ગોલખાણા ગામે રહેતો મહેશભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) નામનો યુવાન આઠ મહિના પહેલા ઘરેથી બાઇક હંકારી ગઢડા ગામે કોથમરી વેંચી હોઇ તેના પૈસા લેવા જતો હતો ત્યારે રસ્તામાં સુખપરના પાટીયે સામેથી બૂલેટ અથડાતાં તેને ગંભીર ઇજા થઇ હતી. સારવાર બાદ હાલ ઘરે હોઇ રાતે બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું.
મહેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તે ચાર બહેન અને પાંચ ભાઇમાં ત્રીજો હતો. તેને સંતાનમાં બે વર્ષનો એક પુત્ર છે. બનાવની જાણ થતાં જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મૃત્યુથી વાઘેલા દેવીપૂજક પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
