<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પત્‍નિએ ફાંસો ખાઇ જીવ દીધાના અઠવાડીયા બાદ પતિએ ઝેરી પાવડર પી મોત મેળવી લીધું

ગોંડલના નવાગામનો બનાવઃ પત્‍નિએ કલેશને કારણે અને પતિએ વિયોગમાં પગલુ ભર્યુઃ રાઠોડ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: ગોંડલના નવાગામમાં એક કરૂણ ઘટના બની છે. અઠવાડીયા પહેલા જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેનારી પત્‍નિના વિયોગમાં પતિએ ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્‍નિએ ગૃહકલેશને કારણે પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના ગોમટા નજીક નવાગામમાં રહેતાં ભાણજીભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૩) નામના યુવાને ગત સાંજે ચારેક વાગ્‍યે ઘઉમાં રાખવાનો પાવડર પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ રાતે તેનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ ર્હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા ભાણજીભાઇ કારખાનામાં મજૂરી કરતાં હતાં. તે એક બહેનથી મોટા હતાં. સગાના જણાવ્‍યા મુજબ અઠવાડીયા પહેલા જ ભાણજીભાઇના પત્‍નિ ગાયત્રીબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.

પત્‍નિના આપઘાત બાદ ભાણજીભાઇ સતત વ્‍યથીત થઇ ગયા હતાં. વિયોગમાં તેણે પણ ગઇકાલે ઝેરી પાવડર પી લીધો હતો અને સારવાર દરમિયાન મોત થયું હતું. અઠવાડીયામાં જ બબ્‍બે સ્‍વજન ગુમાવી દેનારા રાઠોડ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. ગોંડલ તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે. (૧૪.૫)

(11:29 AM IST)