<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

લોઠડા પાસે નીલગાય સાથે ટુવ્‍હીલર અથડાતાં રમેશભાઇ દેત્રોજાનું મોત

જેટકોમાં ફરજ બજાવતાં પુત્રની બદલી થતાં વિંછીયાથી શાપર સામાન ફેરવવા મદદ કરવા સુરતથી આવ્‍યા હતાં: પત્‍નિ, પુત્ર કારમાં હતાં: પોતે બાઇક પર જતા'તા

રાજકોટ તા. ૧: રાજકોટના સરધાર નજીક લોઠડા પાસે નીલગાય સાથે ટુવ્‍હીલર અથડાતાં સુરતના પ્રોૈઢને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ સુરતમાં મોટા વરાછામાં અંબાસ રોડ વેદાંત સીટી ખાતે રહેતાં રમેશભાઇ ભાણજીભાઇ દેત્રોજા (ઉ.વ.૫૨) ગત ૨૮મીએ બપોરે અઢી વાગ્‍યે રાજકોટના લોઠડા ભાયાસર રોડ પરથી બાઇક હંકારી પસાર થઇ રહ્યા હતાં તે વખતે  અચાનક રોડ વચ્‍ચે નીલગાય આવી જતાં તેની સાથે બાઇક અથડાતાં રમેશભાઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ ગત રાતે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

રમેશભાઇ સુરતમાં રહી હીરા ઘસવાનું કામ કરે છે. તેના પુત્ર વિંછીયા ખાતે જેટકોમાં જુનીયર એન્‍જિનીયર છે. આ દિકરાની વિંછીયાથી શાપર વેરાવળ ખાતે બદલી થતાં તેને સામાન ફેરવવાનો હોઇ મદદ કરવા માટે પોતે સુરતથી વિંછીયા આવ્‍યા હતાં. માલવાહક વાહનમાં સામાન રવાના થયા બાદ રમેશભાઇ બાઇક લઇને શાપર જવા રવાના થયા હતાં. જ્‍યારે તેમના પત્‍નિ, પુત્ર કારમાં હતાં. આ વખતે લોઠડા પાસે નીલગાય અચાનક રોડ પર આવી જતાં આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. હરસુરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(11:29 AM IST)