<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પોરબંદર સુદામા મંદિરનો વિકાસ દ્વારકા-સોમનાથ તિર્થની જેમ કરાશે

પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી જયારે યુવા ભાજપના પ્રમુખ હતા તે સમયે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને સુદામા મંદિર તિર્થના વિકાસ માટે સફળ રજૂઆત કરી હતીઃ હાલ સુદામા મંદિરના વિકાસ કાર્યવાહી ગતિમાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧:  વિશ્વના એકમાત્ર સુદામાજી મંદિરના વિકાસ માટે સરકારશ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રી કળષ્‍ણ ના પરમ સખા સુદામાજી ના મંદિરનો વિકાસ દ્વારકા - સોમનાથ તીર્થ સ્‍થાનો ની જેમ થાય તે માટે થોડા સમય પહેલા જે તે વખતે યુવા ભાજપ ના પ્રમુખ અને હાલ શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સમક્ષ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી, જે અનુસંધાન વડાપ્રધાનકક્ષા એથી નોંધ લઈ ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન માં સાગરભાઇ  મોદી દ્વારા ગુજરાત ના માન. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ  પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ ભારત સરકારના કેન્‍દ્રીયમંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ને પણ  રજૂઆત કરી હતી.

આ રજૂઆત અનુસંધાને સરકારશ્રી દ્વારા પોરબંદર ના જિલ્લા કલેક્‍ટરશ્રી પાસે થી સુદામાજી મંદિરના વિકાસ માટે સમગ્ર અહેવાલ / દરખાસ્‍ત મંગાવવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુદામાજી ના વિકાસ માટેની કાર્યવાહી આગળ વધી છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી આયોજન હેઠળ હોવાની સાગર મોદી ને પત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી છે. સુદામાજી મંદિર નો વિકાસ થશે એટલે પ્રવાસનધામ ને વેગ મળશે અને દેશ વિદેશ ના યાત્રાળુઓ અહીં વધુ પ્રમાણ માં આવશે. ગાંધી જન્‍મ સ્‍થળ ની સાથોસાથ સુદામાજી ના મંદિર ની અમીટ છાપ લઈ ને પ્રવાસીઓ જશે.

 શહેર ભાજપપ્રમુખ સાગરભાઇ મોદી એ કરેલી રજૂઆત સફળ થઈ છે ત્‍યારે આગામી દિવસો માં પોરબંદર વિકાસ ની હરણફાળ ભરશે. સાગરભાઇ મોદી દ્વારા શીર્ષ નેતળત્‍વ નો અને વડાપ્રધાનશ્રી, મુખ્‍યમંત્રીશ્રી સહિત કેબિનેટ મંત્રીશ્રી અને સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત વહીવટી તંત્ર નો આભાર વ્‍યક્‍ત કર્યો છે. (૩.૪)

(11:55 AM IST)