News of Thursday, 1st May 2025
અખાત્રીજના આથમણા પવન ફુંકાતા ‘વનરાજી ખીલી ઊઠે'નો વર્તારો આપ્યો
નેઋત્યમાંથી પવન ન વાતા ચોમાસું સારું રહેવાના આસાર

(સમીર વિરાણી દ્વારા)બગસરા તા.૧: ગઇકાલે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી મોટાભાગે આથમણી દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે સારા ચોમાસાનો વર્તારો આપ્યો હતો.
વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ ની વહેલી સવારે ૩ વાગ્યાથી સૌપ્રથમ પવન પヘમિ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ નૈઋત્ય દિશામાંથી આવતા પવનનું ઙ્કમાણ ઓછું રહેતા ચોમાસાની શરૂઆત સારી અને સાર્વત્રિક રીતે થાય તેવી શકયતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા ‘‘વનરાજી ખીલી ઉઠે'' અને નૈઋત્ય દિશા માંથી ઓછી ફણગીઓ આવતા આગામી ચોમાસુ સારુ રહે તેવો વરતારો થાય. વચ્ચે વચ્ચે વાયવ્ય દિશામાંથી પણ પવન શરૂ રહેતા આ વર્ષનું ચોમાસુ ખૂબ સારું રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. આ વર્ષે તમામ ચૈત્રી દનૈયા સારી રીતે તપતા ચોમાસાની શરૂઆતમાં જ સર્વત્ર વાવણી લાયક વરસાદ પડી શકે છે. બગસરા થી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલ (I.O.D.) ની સ્થિતિ પણ સારી જોવા મળી રહી છે. તેમજ વરસાદના શરૂઆતના પાંચ નક્ષત્રો પણ સારા છે તેમજ હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ રોહિણી નક્ષત્રમાં આવેલ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું સારુ રહેવાની શકયતા જાણકારો માની રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ સારા ચોમાસાની શકયતા દર્શાવવામાં આવેલ છે ત્યારે પાક અને પાણીની સ્થિતિ સારી રહે તેવી શ્રદ્ધા રાખીએ.( સમીર વિરાણી બગસરા
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
