News of Thursday, 1st May 2025
ભાવનગરના ભદ્રાવળમાં યુવાનને રેતીના ડમ્પરે કચડી નાખ્યોઃ ર સંતાનો પિતા વિહોણા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના ખેડૂત યુવાન સાંજના સમયે ગામના બસ સ્ટેશન પાસેથી ચાલીને જતા હતા.એ સમયે ટીમાણા ગામના રહીશનું રેતી વહન કરતા ડમ્પરના ચાલકે બે ફિકરાઈ પૂર્વક ડમ્પર ચલાવી ને યુવક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેને લઈ ખેડૂત યુવાને સ્થળપર થીજ સ્વર્ગલોકની વાટ પકડી હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
તળાજા પંથકના જવાબદાર અધિકારીઓને કુદરત કયારેય માફ નહિ કરે તેવી બે જવાબદારી દાખવી રહ્યા છે. અહીં ખનન કર્તાઓ બે ખૌફ છે તો ખનન વહન કરતા વાહનના ચાલકો ચા કરતા કિટલી ગરમ જેમ વર્તી રહ્યા છે.ગામડાઓના રસ્તા હોય,ગામની અંદરથી પસાર થતા હોય કે હાઇવે પર વાહન હંકારતા હોય પુરપાટ ઝડપે બે ફિકરાઈ થી વાહન ચલાવતા જોવા મળે છે.આવા સીનારીયા વચ્ચે આજે ભદ્રાવળ ગામના ખેતી કામ કરતા નથુભાઈ ભુથાભાઈ ચોવટીયા ઉ.વ.૪૨ આજે સાંજના સમયે બસ.સ્ટેશન નજીક થી પગપાળા જતા હતા.
એ સમયે ટીમાના ગામના રાજુભાઈ ની માલિકીનું ડમ્પર જીજે ૦૪-એ ડબ્લ્યુ-૭૬૩૩ ના ભવદીપ નામના ચાલકે સામેથી આવતા નથુભાઈ ચોવટીયા ને હડફેટે લીધા હતા.
ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં યુવકનું ત્યાંજ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
બનાવ ના પગલે યાર્ડ ના ડિરેકટર હનુભાઈ પરમાર,તાલુકા પંચાયત ના મોભભાઈ સહિતના સેવાભાવી યુવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
