<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

લૂ વરસાવતા આકરા ગરમ પવનોથી થોડી રાહત થશે

ગરમી તો હજુ રહેશે પણ.... : સિંધ- બલૂચીસ્‍તાન થઇ આવતા ગરમ પવનોની દિશા બદલશે અને અરબ સાગર થઇ પવનો ગૂજરાતમાં વહેશે જેથી તાપમાન થોડું ઘટશે

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા.૧: નૈઋત્‍યનું ચોમાસુ જુનની પ્રથમ તારીખથી કેરળથી પ્રારંભ થતો હોય છે. આજે પહેલી મે છે બરાબર એક મહિનાનો સમય બાકી છે ચોમાસાનો. પણ હાલ ચોમાસા પૂર્વેનો અર્થાત પ્રોમોન્‍સુન એકિટીવીટી સક્રિય જોવા મળી રહી છે. નવુ ડબલ્‍યુ ડી આવતીકાલે ઉતરના પર્વતીય વિસ્‍તારોમાં દસ્‍તક દેશે. જે પવનોમાં પણ બદલાવ આવશે.

સ્‍કાયમેટના મહેશ પલાવત ખાસ ગુજરાત વિષે જણાવે છે કે, અહીં હાલ સુધી સિંધ- બલૂચિસ્‍તાન- થાર રણપ્રદેશ થઇ પવનો વહેતા હતા. જેણે આકરી ગરમીનો માહોલ સજર્યો હતો પણ હવે પવનોની દિશામાં બદલાવ આવશે. ગુજરાત પર હવે અરબસાગર થઇ પવનો વહેતા થશે જેથી એક-બે દિ'માં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે અને ગરમ લૂ ઝરતા આકરા ગરમ પવનોનું જોર થોડું ઘટશે. ભારતીય હવામાન વિભાગના ટેનડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં આગામી પાંચ તારીખથી ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ જોવા મળે છે. આ મોડેલ મેપ હોઇ, તેમાં બદલાવને અવકાશ રહે છે. મોૈસમ તક વેધર ચેનલના દેવેન્‍દ્ર ત્રિપાઠી આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે તેવું જણાવે છે.

(12:11 PM IST)