<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પાણી...આપો... પાણી આપો... ‘વાંકાનેરના ગુલાબનગરમાં ભર ઉનાળે પાણી ન મળતા આક્રોશ

તંત્રને લેખીત-મૌખીક રજૂઆતો છતા પ્રશ્ન ઉકેલાતો નથી

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ :.. રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્‍તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેકશન કાપી નાખતા નાગરીકો છેલ્લા પંદર દિવસથી વિહોણા હેરાનપરેશાન થઇ રહ્યા છે. જેના સામે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઇ વ્‍યવસ્‍થા કરવામાં ન આવતા આખરે આજે સ્‍થાનીક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ઘસી આવી ‘પાણી આપો... પાણી આપો... પાણી આપો...' ની પુકાર લગાવી હતી. આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજૂઆત કરવા પહોંચેલ  મહિલાઓ, વાંકાનેરના પૂર્વ ધારાસભ્‍ય મહંમદ જાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, જાકીરભાઇ બ્‍લોચ, મહંમદભાઇ રાઠોડ, અસરફભાઇ ચૌહાણ સહિતના અગ્રણીઓને સાંજ સુધીમાં આ વિસ્‍તારમાં પાણી મળી જવાની મૌખિક ખાત્રી આપતા મહિલાઓનો રોષ શાંત પડયો હતો. લતાવાસીઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, વાંકાનેર ચુના ભટ્ટી સામે આવેલ રામવડલા રોડ ઉપર ગુલાબનગરનાં રેવન્‍યુ સોસાયટીમાં રહેતા અમજદારોને હાલના ઉનાળાના સમયમાં પીવા માટેનું પાણી છેલ્લા દસ (૧૦) દિવસથી બંધ કરવામાં આવેલ છે. તે પાણી હાલના કાળજાળ ઉનાળામાં અમો સોસાયટીના તમામ લોકોને પીવા માટેનું પાણી ના મલતુ હોય જેમ પાણી અંગેની રજુઆત કરવા અમો સોસાયટીના દરેક સભ્‍યો નગરપાલીકામાં ગયેલ નગરપાલીકાના ચીફ ઓફીસર હાજર ન હોય જેથી બીજા કોઇ અધિકારીએ અમોને કહેલ કે તમે મામલતદાર ઓફિસે જાવ.

 જેથી અમો તમામ સભ્‍યો સેવા સદન વાંકાનેર આવેલ જયા પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર તથા મામલતદાર સાહેબે જણાવેલ કે નગરપાલીકામાં લેખીત રજુઆત કરો.

(12:11 PM IST)