તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 1st May 2025
વિરપુર પોલીસે ભેળસેળયુકત જવલનશીલ પ્રવાહીના જથ્થા સાથે ચારને ઝડપી લીધા
બે ટ્રક તથા ૩૧૦૦ લીટર પ્રવાહી સહિત ૨૭ લાખનો મુદામાલ કબ્જે કરાયો

તસ્વીરમાં સ્ટોરેજની ટાંકી તથા પકડાયેલ બંન્ને ટ્રક નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા, જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧: વિરપુર પોલીસે અંકુર હોટેલ પાછળ દરોડો પાડી ભેળસેળયુકત ગેરકાયદે જવલનશીલ પ્રવાહી વેંચતા ૪ શખ્સોને ૨૭ લાખનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હીમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાએ ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલીયમનુ ગેર કાયદેસર વેચાણ થતુ અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા ગીરીશભાઇ બગડા ને મળેલ હકીક્તના આધારે અંકુર હોટલ પાછળ ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલીયમનુ ગેર કાયદેસર વેચાણ/ખરીદ કરતા (૧) કમલેશ દિનેશભાઇ વાંક રહે.રબારીકા મેવાસા રોડ રામબાપુવાળી શેરી તા.જેતપુર જી.રાજકોટ (૨) જયવંત જીવકુભાઇ કુદળ રહે. જેતલસર ગામ રામજી મંદિર પાસે તા જેતપુર (૩) સુલતાન મહમદભાઇ લાખાણી રહે. નવાગઢ ગેસ ગોડાઉન પાસે તા.જેતપુર તથા (૪) ઇમ્તીયાઝ ઇબ્રાહીમ તરકવાડીયા રહે અજય ટોકીઝ ભીલવાડા સર્કલ ભાવનગરને ઝડપી લીધા હતા. જયારે જસકુ જીતુભાઈ હુદળ રહે. જેતલસર તા જેતપુર તથા (૨) ધર્મેશ લક્ષ્મણભાઇ ઠુંમરના નામ ખુલતા શોધખોળ હાથધરાઇ છે.
વિરપુર પોલીસે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી આશરે લી.૩૧૦૦ કિ.રૂ. ૨,૨૦,૧૦૦, (૨) સ્ટોરેજ કરવા માટે ની લોખંડ ની ટાંકી નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-, (૩) ડીસ્પેન્સર મશીન નંગ-૧ કિ.રૂ. ૨૫,૦૦૦/-, (૪) બોલેરો પીકઅપ જેના રજી ને જીજે-૧૧-વીવી-૫૮૩૩ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- (૫) અશોક લેલન ટ્રક જેના રજી.નં.જીજે-૦૩-બીવાય-૮૦૭૩, (૬) અશોક લેલન ટ્રક જેના રજી નં જીજે-૦૪-ઍડબલ્યુ-૪૪૮૬ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા (૭) મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ ૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહીમાં વિરપુર પો.સ્ટે.ના હેડ કોન્સ.ધર્મેદ્રભાઇ ચાવડા, ગીરીશભાઇ બગડા, વિજયભાઇ ગોહેલ તથા નિશાંતભાઇ પરમાર જોડાયા હતા
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
