<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જામનગરના જાણીતા પત્રકાર કિંજલ કારસરીયાનો આજે જન્મદિવસ

અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા કિંજલભાઈ 39 વર્ષના થયા : મિત્રો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ

જામનગર: જામનગરના જાણીતા પત્રકાર, ફોટોજર્નાલિસ્ટ અને અનેક સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા કિંજલભાઈ કારસરીયાનો આજે, 1 મેના રોજ જન્મદિવસ છે. જામનગરમાં તા. 1-5-1987ના રોજ અખાત્રીજના શુભ દિવસે જન્મેલા કિંજલ કે. કારસરીયા આજે 39 વર્ષ પૂર્ણ કરી 40માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ટીવી રિપોર્ટર તરીકે પણ જાણીતા છે અને પોતાના મળતાવડા સ્વભાવ માટે સમગ્ર શહેરમાં લોકપ્રિય છે. કિંજલભાઈ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સારું જ્ઞાન ધરાવે છે.
છેલ્લા દોઢ દાયકાથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ સોશિયલ મીડિયા સાથે કાર્યરત કિંજલ કારસરીયા હાલમાં લોકપ્રિય સાંધ્ય દૈનિક અકિલાના જામનગરના ફોટો જર્નાલિસ્ટ છે. આ સાથે તેઓ ઇટીવી અને હાલમાં ન્યૂઝ18 નેટવર્કમાં જામનગર જિલ્લામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ જામનગરમાં જીટીપીએલ અંજલિ કેબલમાં જામનગર એટ 9 ન્યૂઝમાં ઓનલાઈન ન્યૂઝ એડિટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત જી.એસ.ટીવી સહિત પ્રાદેશિક અને અન્ય નેશનલ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ તેમણે યોગદાન આપ્યું છે.
સમાજ સેવાના ક્ષેત્રે પણ કિંજલ કારસરીયા સક્રિય છે. તેઓ જામનગરમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્યક્ષ છે અને જામનગર પત્રકાર મંડળના ઘણા સમયથી કારોબારી સભ્ય પણ છે. અગાઉ તેમણે પત્રકાર મંડળના મંત્રી અને ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે. આ ઉપરાંત, જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગના પ્રમુખ તરીકે તેઓ હાલમાં કાર્યરત છે અને અગાઉ પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક તરીકે પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. મહાદેવ હર મિત્ર મંડળ-હિન્દુ ઉત્સવ સમિતિમાં પણ તેઓ કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
કિંજલ કારસરીયાની પત્રકારત્વ ક્ષેત્રેની નાની વયે એડિટર તરીકેની નોંધપાત્ર કામગીરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા પણ સન્માનિત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેઓ પટેલ યુવા ગ્રુપ-ગુજરાતના કન્વીનર અને સમસ્ત પાટીદાર સમાજના સરદારધામની વિશ્વ પાટીદાર મીડિયા કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કિંજલ કારસરીયા છેલ્લા બે ટર્મથી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય છે. તેઓ પ્રણામી ધર્મ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે અને અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
પોતાના 39માં જન્મદિવસ નિમિત્તે કિંજલભાઈ કારસરીયાને તેમના મિત્રો અને શુભેચ્છકો દ્વારા મોબાઇલ નંબર 99988 77081 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

 

(2:13 PM IST)