<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે તંત્ર દ્વારા ૭૧૫ ચો.મી. જગ્યા પરનું અનધિકૃત દબાણ દૂર કરી રૂ.૧ કરોડથી વધુ કિંમતની જમીન ખુલી કરાવાઈ

તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો , આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧ : જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે.

     ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.૨૨૩ તથા ૨૩૧માં કુલ ક્ષેત્રફળ ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે. 

આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદારશ્રી, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(2:48 PM IST)