News of Thursday, 1st May 2025
અખબારો માટે નવા નવા નિયમોની આટીઘૂંટીનો પડકાર જ્યારે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ સામે સરકાર નિષ્ક્રિય
લઘુ અને મધ્યમ અખબારોનું જયપુરમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, સંગઠનમાં ગુજરાતને મહત્વનું પ્રતિનિધિત્વ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧: નાના અને મધ્યમ અખબારોના રાષ્ટ્રીય સંગઠન એસોશીએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઇન્ડિયાનું ૩૧મુ રાષ્ટ્રીય પત્રકાર અધિવેશન રાજસ્થાનના જયપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ વાસુ દેવનાનીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
વિધાનસભા અધ્યક્ષે લોકતંત્રમાં પ્રિન્ટ મીડિયાનું ખુબ જ મહત્વ હોવાનું જણાવી વર્તમાન ડિજિટલ અને સોશિયલ મીડીયાના યુગમાં પણ પ્રિન્ટ મીડિયાની વિશ્વસનીયતા વધુ હોવાનું જણાવી અખબારોમાં છપાતા સમાચારો વાંચકો માટે જીવંતતા પ્રદાન કરતા હોય છે, પ્રિન્ટ મીડિયા લોક પ્ર‘ોને નિર્ભીકતાથી પ્રકાશિત કરી જાગળત રહેશે ત્યાં સુધી લોકશાહી જીવંત રહેશે તેમ જણાવી તેમણે લઘુ અખબારોના પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મૂકી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
આ અધીવેશનમાં વર્તમાન સમયમાં પ્રિન્ટ મીડિયા સામેના પડકારો અંગે વિસ્તળત ચર્ચા વિચારણાઓ થઇ હતી, કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોના અમલીકરણના અંચળા હેઠળ અખબારોને બંધ કરાવવાના થઇ રહેલા પ્રયાસોને વખોડવામાં આવ્યો હતો, તેની સામે ડિજિટલ પ્લેટફોર્મનો દુરૂપયોગ કરનારા સામે કેન્દ્ર સરકાર કોઈ જ પગલાઓ ન લઇ શકતી હોવાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી.
એસોશીએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવદત્ત ચંદોલાએ આ અવસરે વિવિધ રાજ્યોના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરી હતી જેમાં ગુજરાત રાજ્યમાંથી ડીસાથી પ્રસિદ્ધ થતા લોકપાલ સમાચાર પત્રના તંત્રી શંકર કતીરા રાષ્ટ્રીય મહા સચિવ,ભુજથી પ્રસિદ્ધ થતા યુવાપ્રેમ સાપ્તાહિકના તંત્રી મયુર બોરીચાને ગુજરાત પ્રદેશ પ્રમુખ, કચ્છ દર્શન દૈનિકના તંત્રી દર્શનકુમાર ઠક્કર અને અમદાવાદના ટુ ધ પોઈન્ટ દૈનિકના તંત્રી રાજુભાઈ ધનરાજાણીનો રાષ્ટ્રીય કાર્યકારીણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જયપુર(રાજસ્થાન) ખાતેના બે દિવસીય આ અધિવેશનમાં સમગ્ર દેશના ૧૪ થી વધુ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સંગઠનના સભ્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
