<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

કચ્છમાં શાકભાજીના ભાવો વધવાને બદલે ઘટયા!

કચ્છમાં ઉનાળામાં વહી અવળી ગંગાઃઅમુક શાકભાજી માર્કેટમાં હાલ સસ્તા થઈ ગયા છે, જે શાકભાજીનાં શિયાળામાં પણ વધુ ભાવો બોલાતા હતા

કચ્છ:હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ધોમધખતા તાપ વચ્ચે પણ લીલા શાકભાજીની આવકમાં સારા એવા પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. જેના લીધી હોલસેલ શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં રૃ. ૫થી લઈને રૃ. ૫૦ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ ભાવ ઘટાડાનો લાભ રિટેઈલમાં ખરીદી કરતાં ગ્રાહકોને પણ થોડા ઘણે અંશે મળી રહ્યો છે. અમુક શાકભાજી માર્કેટમાં હાલ સસ્તા થઈ ગયા છે, જે શાકભાજીનાં શિયાળામાં પણ વધુ ભાવો બોલાતા હતા. તમામ શાકભાજીના ભાવમાં થયો ઘટાડો

હાલ ડુંગળી હોલસેલમાં રૃ. ૫ની કિલો, બટાકા રૃ. ૧૨ના કિલો, ટામેટા રૃ. ૫ના કિલો અને મરચા રૃ. ૧૦ના કિલો લેખે ભાવ બોલાઈ રહ્યા છે. જ્યારે રિટેઈલમાં મરચાના ૪૦, બટાકાના ૨૫, ડુગળીના ૨૦થી ૩૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ભુજ એપીએમસીની હોલેસેલ શાકમાર્કેટમાં બોલાયેલા ભાવો ઉપર નજર કરવામાં આવે તો મુખ્યત્વે ડુંગળીના રૃ. ૫, બટેકાના રૃ. ૧૨, ટામેટાના રૃ. ૫, લીલી ડુંગળીના રૃ. ૩, મરચાના રૃ. ૧૦, મરચીના રૃ. ૧૫, રિંગણા-કારાનાં રૃ. ૪, રિંગણા-બાજરિયાના રૃ. ૩, કોબી દેશીના રૃ. ૪, કોબીના રૃ. ૪, ફુલાવરના રૃ. ૨૦, ફુલાવર દેશીના રૃ. ૨૦, વટાણાનાં રૃ. ૬૦, ધાણાના રૃ. ૧૫, ભીંડાના રૃ. ૧૦, કાકડી કાળીના રૃ. ૧૦, કાકડી સફેદના રૃ. ૧૦, કાકડી ખીરાનાં રૃ. ૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ થયુ હતું.

આ સિવાય પાલકના રૃ. ૧૦ સૂકા લસણના રૃ. ૫૦ લીંબુના રૃ. ૩૦, પિતાઇ ગાજર-કેશરીના રૃ. ૧૦, દૂધીના રૃ. ૨, આદુના રૃ. ૩૦, કારેલાના રૃ. ૩૦ સકરિયાના રૃ. ૨૫ ચોળા ડોલરના રૃ. ૩૫, ટીંડોળાનાં રૃ. ૨૦, મરચા સીમલાના રૃ. ૨૦, ગુવાર દેશીના રૃ. ૮૦, ગુવાર રૃ. ૩૦, ગીસોડા રૃ. ૧૦ પરવળના રૃ. ૩૦, સરગવાનાં રૃ. ૧૫ ણસીનાં રૃ. ૫૦, બીટનાં રૃ. ૫, કેળા કાચાનાં રૃ. ૧૦ના પ્રતિ કિલોના ભાવ બોલાયા હતા. જોકે, હોલેસેલમાં શાકભાજીના ભાવોમાં ઘટાડાને પગલે રિટેઇલનાં વેચાણ ઉપર પણ તેની અસર જોવા મળે તે સ્વાભાવિક છે. પરિણામે હાલે રિટેઇલમાં ટમેટા, કાકડી, કોબી, ભીંડા, ગુવાર સહિતનાં શાકભાજી સસ્તા થઇ ગયા છે.

ભુજની હોલેસેલ શાકમાર્કેટમાં હાલે ફ્રુટનાં ભાવોમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. અહીં કેળા પાકાનું રૃ. ૨૦ કિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે. જ્યારે કાચા પપૈયાનાં રૃ. ૪ અને પાકા પપૈયાનાં રૃ. ૧૦, જામફળનાં રૃ. ૧૦, ચીકુનાં રૃ. ૧૦, સકરટેટીનાં રૃ. ૧૦, કાચી કેરીનાં રૃ. ૧૦ અને પાકી કેરીનાં રૃ. ૪૦, ગલકાનાં રૃ. ૨૦, કેસર કેરીનાં રૃ. ૮૦, રાજાપુરી કેરીનાં રૃ. ૪૦, દાડમનું રૃ. ૨૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જેના હાલે રિટેઇલ માર્કેટમાં રૃ. ૪૦થી લઇને રૃ. ૧૨૦ જેટલા ભાવો વસૂલવામાં આવી રહ્યા છે.

ભુજ એપીએમસીમાં શાકભાજીનાં હોલસેલ વેપારી ચિંતનભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલે એપીએમસીમાં માલની પુષ્કળ આવક થઇ રહી છે. તેની સામે અત્યારે વેચાણ ઘણું નીચું જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક પણે જ માલની આવક વધુ હોય તેવા સંજોગોમાં ભાવો પણ નીચા જાય હાલે એપીએમસીમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં દહીંસરા, કેરા, કાળી તલાવડી, માધાપર, લાખોંદ સહિતનાં વિવિધ ગામોમાંથી તો પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજીની આવક થઇ રહી છે, તેની સાથે સાથે રાજકોટ, ડીસા, વડોદરા સહિતનાં શહેરોમાંથી પણ એટલા જ પ્રમાણમાં લીલા શાકભાજી માર્કેટમાં ઠલવાઇ રહ્યા છે. જેને કારણે પણ હાલે એપીએમસીમાં સારા એવા પ્રમાણમાં માલ ઠલવાઇ રહ્યો છે, જેની સામે વેચાણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે.

(9:48 PM IST)