<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

કમળાપુરમા આર.ડી.ગાર્ડી હાઇસ્કૂલમાં ૪ રૂમના બાંધકામ માટે ૮૮ લાખ મંજૂર:કુંવરજીભાઈના હસ્તે ખાતમુર્હૂત

જસદણ અને વિંછીયા પંથક વિકાસના પંથે : વિવિધ વિકાસકામોના ખાતમુર્હૂત:કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ અને વિંછીયા તાલુકાઓમાં અનેક વિકાસ કામો મંજૂર કરાવી બંને તાલુકાઓમાં લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.2 જસદણ-વિછીંયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પંથકમાં વિવિધ વિકાસનાં કામોના ખાતમુર્હૂત કર્યા હતા.

 

જસદણ તાલુકાના કમળાપુર ગામે આવેલ ડો.આર.ડી.ગાર્ડી હાઇસ્કૂલ ખાતે રૂમોની ઘટ હોય કુંવરજીભાઈ દ્વારા CSR ફંડ અંતર્ગત આ રૂમો બનાવી આપવા રૂ. ૮૮ લાખ મંજૂર કરાવ્યા છે જેની કામગીરી ટૂંક સમયમાં શરુ થશે.

 

આ ઉપરાંત વિંછીયા તાલુકાના ફૂલજરથી લાલાવદર જતો ૫ કિમી રસ્તો જે ખુબ જ જર્જરિત થયેલ તે રસ્તો રૂ. ૧૪૦ લાખના ખર્ચે ડામર સપાટી સુધી કરવાના કામનું પણ ખાતમુર્હૂત કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું વિંછીયા તાલુકાના વનાળા ઞામમાં આવેલ તળાવ અને જસદણ તાલુકાના કમળાપુર ખાતે આવેલ કાળવાનું તળાવ સિંચાઈ વિભાગની યાંત્રિક મશીનરી દ્વારા ઊંડું ઉતારવાના કામનું ખાતમુર્હૂત પણ કરવામાં આવ્યું આના લીધે આ બંને તળાવોની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે તેમજ આજુબાજુમાં પાણીના સ્તરો ઊંચા આવશે.

(9:45 AM IST)