<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ચોરી કરવા જતા જાગી જતા વૃદ્ધાને ગળુ દબાવી મારી નાખીઃ દસાડાના વડગામ ગામે થયેલી હત્‍યાનો ભેદ ખૂલ્‍યોઃ પૌત્રનો સાળો દાગીના લુંટી નાસી ગયેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રઃ  દસાડા તાલુકાના વડગામ ગામે એક ૭૨ વર્ષીય વળદ્ધા એકલા રહેતા હતા. તેમના ઘરની પાસે જ તેમના પુત્રનો પરિવાર રહેતો હતો. સવારે પુત્રવધુ સાસુને ચા દેવા જતા સાસુ જાગ્‍યા ન હોવાથી તપાસ કરતા તેમનો મળતદેહ મળી આવ્‍યો હતો. અને બન્ને કાનમાંથી સોનાના બુટીયા તથા હાથની બંગડીઓ હતી નહીં. આ બનાવમાં અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાઈ હતી.ત્‍યારે જિલ્લા એલસીબી ટીમે આ હત્‍યાનો ભેદ ઉકેલી નાંખ્‍યો છે. જેમાં આણંદ જિલ્લા ગ્રામ્‍યના શખ્‍સને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આરોપી મળતક વળદ્ધાના પૌત્રનો સાળો હોવાનું સામે આવ્‍યુ છે.

દસાડાના વડગામમાં ૭૨ વર્ષીય શાંતાબેન શંકરભાઈ ડોડીયા ઘરમાં એકલા જ રહેતા હતા. જયારે તેમના સંતાનો પરીવાર સાથે ઘરથી બે ઘર મુકી દુર રહે છે. ગત તા. ૨૭-૧૨-૨૪ના રોજ રાત્રે શાંતાબેન નિત્‍યક્રમ મુજબ ઘરના દરવાજા બંધ કરીને સુતા હતા. જયારે તા. ૨૮-૧૨-૨૪ના રોજ સવારે તેમના પુત્રવધુ શાંતાબેનને ચા દેવા માટે ગયા હતા. પુત્રવધુએ ઘરે જઈને જોયુ તો સાસુ પગથી માથા સુધી ચાદર ઓઢીને સુતા હતા. અને ચાદર ઉંચી કરીને સાસુને જગાડવાનો પ્રયાસ કરતા ચાદર ઉંચી કરતા શાંતાબેનની લાશ મળી આવી હતી. અને શરીર પર કાનમાં બન્‍ને તરફ સોનાના બુટીયા તથા હાથમાં સોનાની બંગડીઓ હતી નહી. આથી પુત્રવધુએ પરીવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્‍યા હતા.

આ અંગે પોલીસને જાણ થતા એસપી ડો. ગીરીશકુમાર પંડયા સહિતની ટીમ દોડી ગઈ હતી. આ બનાવમાં મળતકના પુત્રએ દસાડા પોલીસ મથકે અજાણ્‍યા શખ્‍સ સામે લૂંટ વીથ મર્ડરની ફરિયાદ નોંધાવી હતી. ૪ માસ પહેલા બનેલ હત્‍યાના આ બનાવનો ડીવાયએસપી જે.ડી.પુરોહીતની ટીમ અને એલસીબી ટીમે ભેદ ઉકેલી નાંખ્‍યો છે.

જેમાં એલસીબી પીઆઈ જે. જે. જાડેજા, પી.એન. ઝાલા, કુલદીપભાઈ, કીશનભાઈ, મેહુલભાઈ, સંજયભાઈ સહિતની ટીમ દ્વારા આરોપીને બોરસદ તાલુકાના કીંખલોડ ગામેથી ૨૪ વર્ષીય સતીશ રમેશભાઈ રાજપરમારને દબોચી લેવાયો છે. તેની પાસેથી હત્‍યા સમયે વપરાયેલ કપડા, લૂંટ કરેલ સોનાની બંગડી, કાનમાં પહેરવાના વારીયા સહિત રૂ. ૨.૭૧ લાખની મત્તા કબજે કરાઈ છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

 વડગામ ગામે રાત્રે આરોપી સતીશ વળદ્ધા જે રૂમમાં રહેતા ત્‍યાં ચોરીના ઈરાદે ગયો હતો. જેમાં બારણુ ખોલી વળદ્ધાએ પહેરેલ સોનાની બંગડીઓની ચોરી કરવા જતા વળદ્ધા જાગી ગયા હતા અને પ્રતીકાર કર્યો હતો. જેમાં વળદ્ધાએ આરોપીને નખોરીયા પણ ભર્યા હતા. ત્‍યારે વળદ્ધા કોઈને કહી દેશે તેવી બીકે આરોપીએ વળદ્ધાની છાતી પર બેસી જઈ એક હાથથી મોં દબાવી, બીજા હાથથી ગળુ દબાવી વળદ્ધાની હત્‍યા કરી હતી.

આરોપી અવારનવાર બહેનનાં સાસરે આવતો

આરોપી સતીશ રાજપરમાર અવારનવાર વાર તહેવારે વર્ષમાં ૨-૪ વાર બહેનના સાસરે આવતો હતો અને ૪-૬ દિવસ રોકાતો હતો. બનાવ સમયે પણ પત્‍ની રીસામણે હોઈ તે વડગામ આવ્‍યો હતો. હત્‍યાના બનાવ પછી પોલીસે તેની પણ પુછપરછ કરી હતી. આ ઉપરાંત મળતકના બારમા સુધી પણ તે વડગામ ગામ ખાતે જ રોકાયો હતો.

પરિવારજનોને શંકા જતા પોલીસે કામ પાર પાડયું

હત્‍યાના બનાવ બાદથી મળતકના પરિવારજનોને સતીશ રાજપરમાર ઉપર શંકા હતી. પરંતુ વેવાઈ પક્ષના વ્‍યક્‍તિનું નામ દેવાથી સંબંધ બગડે તેમ પરિવારજનો માનતા હતા. આ અંગે પરિવારજનોએ બાદમાં પોલીસને વાત કરતા પોલીસે આરોપીની કડક પુછપરછ કરતા તેણે પોપટ જેમ એક બાદ એક વાતની કબુલાત કરી હતી. આથી આ કેસનો ભેદ ઉકેલવામાં પરિવારજનોની શંકા પોલીસ માટે અગત્‍યનું પરીબળ બની હતી.

બનાવના સપ્તાહ પહેલાં જ આરોપીની પત્‍ની રીસામણે ગઈ

આરોપી સતીશ રાજપરમારના એકાદ વર્ષ પહેલા જ લગ્ન થયા છે. પરંતુ આર્થીક પરિસ્‍થિતિ નબળી હોઈ પત્‍ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં બનાવના અઠવાડીયા પહેલા જ પત્‍ની રીસામણે ગઈ હતી. મળતક વળદ્ધા સોનાની બંગડીઓ પહેરે છે. તે આરોપીના ધ્‍યાને હતુ. ત્‍યારે વળદ્ધાના દાગીનાના ઘરેણાની ચોરી કરી તેમાંથી પત્‍નીને સારી વસ્‍તુ આપવાથી તે પરત આવતી રહેશે. તે આશાએ આરોપી ચોરી કરવા ગયો હતો. (૭.૮)

(11:01 AM IST)