<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

૧૯૭૮ થી બારમાસી બંદર તરીકે વિકસેલો પોરબંદરનો દરીયા કાંઠો આજે પણ સંવેદનશીલઃ RDX, ડ્રગ્‍સ, હથીયારોના લેંડીંગ-માનવ તસ્‍કરીની કાળી ટીલ્લીરૂપ ઘટનાઓ સતત બનતી રહી છે

(હેમેન્‍દ્ર પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ ગુજરાતની દરિયાઇ પટ્ટી ની ભારત-હિન્‍દુસ્‍તાન અન્‍ય રાજયની દરિયાઇ પટ્ટી સિમાથી લાંબી છે. ૧૬૦૫ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. આ પટ્ટીમાં પોરબંદરની ૧૦૫ એકસો પાંચ કિલોમીટરની દરિયાઇ પટ્ટી નો સમાવેશ છે. પોરબંદર ૨૧૦ -૩૮૦ ઉતર અક્ષાંશ અને ૬૯૦-૩૭૦,પૂર્વ રેખાંશ ઉપર પヘમિ વિભાગ આવેલ અને મધ્‍ય સેન્‍ટર પોઇન્‍ટ સાથે સંવેદનશીલતા ધરાવે છે. પヘમિ પાકિસ્‍તાન, આરબ અમીરાતના શહેર બંદરો કે આફ્રિકા ખંડમાં પ્રવેશવા તેમજ અમુકમાં પુર્વ, દક્ષિણ-ઉતરમાં જળવહેવાર પરિવહન આવક જાવક માટે વધુ અનુકુળ અને વિશેષ અગત્‍યતા ધરાવે છે  આપણા દેશની ધરોહરરૂપ આ દરીયાઇ સીમા છે.

સને ૧૯૭૮થી બારમાસી બંદર તરીકે વિકસ્‍યુ. સુભાષનગર, ખદડપીરની સામે બારમાસી જેટી બંધાણી. વ્‍યાપારી ધોરણ સાથે સંરક્ષણ જેટ્ટી પણ વિકસાવવામાં આવી. સને ૧૯૭૧ ના બાંગ્‍લાદેશ મુકિત યુધ્‍ધ પછી પોરબંદરની સહ વિશેષતા, અગત્‍યતા સમજાણી. પોરબંદરનું બારમાસી બંદર જૂન ૧૯૭૮ માં ખુલ્લું મુકવામાં આવ્‍યું. પોરબંદરનો બંદરીય વ્‍યાપારી વહેવાર વૃધ્‍ધી પામી જાપાન, સિંગાપોર, થાઇલેન્‍ડ, ઇન્‍ડોનેશિયા, શ્રીલંકા, ઇરાની અખાતના દેશો, ફ્રાન્‍સ, બ્રિટન, હોલેન્‍ડ, ઇટલી, પૂવજર્મની, ઝેકોસ્‍લોવેકિયા, બલ્‍ગેરિયા, રશિયા, પોલેન્‍ડ, અલજીરીયા, પનામા, કેનડા, અને ગલ્‍ફના દેશો આરબ અમીરાત સાથે વ્‍યાપારી વ્‍યવહારથી જોડાયેલ છે. આફ્રિકા ખંડ સાથે પોૈરાણિક વહેવાર રહયો છે. જયારે દેશી વહાણ વટાનો હાલ વિશ્વ સાથે પરિવર્તન જણાતા પોરબંદર બંદર પરિવર્તન સાથે વ્‍યાપાર વૃધ્‍ધીમાં જોડાયેલ છે, જોડાતું જાય છે. પરંતુ સરકારના સ્‍વાથી ર્અને તકસાધુઓ સતાસ્‍થાનમાં બેઠેલ હોય તેના કારણે પોરબંદર બંદરનો વિકાસ રૂંધાયેલ રહયો છે. સરકારી તિજોરીમાં વિદેશી હુંડીયામણની ખોટ પૂરાતી નથી. દેશદ્રોહી ગદ્‌ારોનુ વર્ચસ્‍વ પોરબંદર બંદર ઉપર પરોક્ષ અપરોક્ષ રીતે  વધ્‍યું છે. સરકારની નજર ટુકી, ર્સ્‍વાથી જણાય છે. સદનસીબે જળસુરક્ષા એજન્‍સી- ભુમી સુરક્ષા એજન્‍સીની જાગૃતિ અને મૈત્રીપુર્ણ સંકલન રાહત આપે છે. અંધકારમાં થોડો પ્રકાશ જોવા મળે છે. દરિયાઇ પટ્ટી પર બાજ નજર રાખતા પોરબંદરના દેશ અને રાષ્‍ટ્રપ્રેમી ડેન્‍જર ર્ચાલી અને  દેવભુમિ દ્વારકા-જામનગર-કચ્‍છ જીલ્લા ઉપર નજર રાખતા દેશપ્રેમી, રાષ્‍ટ્રપ્રેમી રોબર્ટ-રોઝી સરકારશ્રીમાં બેઠેલ સાશન કરડાકી નજરે, તીખીવાણીમાં જણાવેલ છે કે તમારા સ્‍વાર્થ ભલા માટે એશિયાય ઉપખંડ ભારતમાં સ્‍વાર્થ ખાતર આંખ પર કાળી પટ્ટી બાંધી ફરવાનું, વાણીવિલાસ કરવાનું બંધ કરો. દેશદ્રોહીઓ અને ગદ્દારો અને ડ્રગ્‍સ માફીયાઓનો કારોબાર વિકસીત બનતો જાય છે. આશરે એક અબજ અને ૨૦ કરોડ ભારતીય નાગરિકોનું જીવન અંધકારમય બનાવાનું કાવત્રુ નિષ્‍ફળ બનાવો.

 છેલ્લા ૫૯ વર્ષથી એટલે કે સને ૧૯૫૬ ની સાલથી દાણચોરી, દેશદ્રોહી ગદ્‌ારો પોરબંદર બંદરની પટ્ટી પર તેમજ આંતરરાષ્‍ટ્રીય જળ સિમાહને ધમરોળી રહ્યા છે. ઇલેકટ્રોનીક આઇટમ, કટલેરી સામાન, સોના ચાંદીની બોટોની ઘુસણખોરી ત્‍યાં સુધી તો ઠીક પરંતુ પોરબંદરની એલ.ઓ.સી.બોર્ડર દ્વારા ઘુસણખોરી કરી, અંદરના ભાગમાં આવી મોતનો સામાન આર.ડી.એકસ. એટલે કે રીસર્ચ ડાયનેમાઇટ-એકસ્‍પ્‍લોઝીવ હજારો કિલોની માત્રામાં ધુસાડયો. આધુનિક અગિ્નશસ્‍ત્રો, પિસ્‍તોલ, રીવોલવર, હથિયારોની  મહારાણી, એ.કે.૪૭, પરમ મહારાણી એ.કે.૫૬, કારતુસો વગેરે ઘુસાડયા, દેશ પર ખતરો ઉભો કર્યો અને હજુ પણ પ્રવૃતિ પર પુર્ણવિરામ મુકાયું?

હવે તેથી આગળ એમડી ડ્રગ્‍સ અને નશાકારક કેફી પ્રદાર્થ ઝડપાવાનો  સીલસીલો ચાલુ થયો છે. અને કદ વધતુ જાય છે. પોરબંદર એલઓસી બોર્ડર કેટલી સંવેદનશીલ છે તેનો સમયાંતરે પર્દાફાશ દેશ અને રાષ્‍ટ્ર ભકત પોરબંદરના ડેન્‍જર - ચાર્લી અને દેવભુમિ દ્વારકા, જામનગર, કચ્‍છ, જીલ્લાના રોબોર્ટ રોઝીના સર્વેમાં ઇશારા થતા રહયા છે. આશરે બે માસ કે તેની આસપાસ ના સમયે રાષ્‍ટ્રપ્રેમી દેશભકત ડેન્‍જર  ચાર્લી, રોબોટ રોઝીએ પોતાનો સર્વે કરેલ પરંતુ તે સમયે તેની ગંભીરતા ભારત સરકારે લીધી નહી ! જયારે જયારે આ દેશ પ્રેમીએ સર્વેમાં ઇશારા, સંકેત આપેલ છે ત્‍યારે સરકારની સતર્કતા ચીર નીંદ્રામાં પોઢેલી હોય તેવુ ચિત્ર ઉભુ થાય! જયારે કન્‍સાઇનમેન્‍ટ રવાના થાય ત્‍યારે સફાળી જાગે છે ! પરંતુ મુળ સુધી પહોંચવુ મુશ્‍કેલ છે.

ઇ.સ.૨૦૨૫ એપ્રીલ માસમાં તા.૧૦ થી ૧૪ વચ્‍ચે પાકિસ્‍તાનના ‘‘ફીદા'' નામના ડ્રગ્‍સ માફિયાએ અંદાજીત ૩૦૦ થી ૪૦૦ કિલો જથ્‍થો બોટમાં ભરી ભારત રવાના કર્યો. પોરબંદર નજીક ચેનલ નંબરઃ૪૮ ઉપર પોતાની કોલસાઇન ‘‘રમીઝ'' નામથી તામીલનાડુ મોકલવાનો હતો. જેની કિંમત રૂા.૧૮૦૦  કરોડ ભારતની ચલણની દર્શાવી છે.

સદનસીબે ગુજરાત કોસ્‍ટગાર્ડ અને એ.ટી.એસ.ને સંકેત મળતા સકંલન કરી ઓપરેશન હાથ ધરતાં પાકિસ્‍તાથી ત્રણ દિવસ પહેલા રવાના થયેલ બોટને ઝડપવામાં સંપૂર્ણ સફળતા મળી. ડ્રગ્‍સ પેડલર્સ કોસ્‍ટગાર્ડ અને એ.ટી.એસ.ને જોઇ ડ્રગ્‍સનો જથ્‍થો દરિયામાં ફેંકી નાશી છુટયા. આヘર્ય તો એ છે કે પોરબંદર એલ.ઓ.સી. પર કોસ્‍ટગાર્ડ અને એ.ટી.એસ.નું પેટ્રોલીંગ જોઇન્‍ટ ઓપરેશન સર્તક છે તે ડ્રગ્‍સ પેડલરોને જાણ કેવી રીતે થઇ, ઓળખ કેવી રીતે મેળવી? સંજ્ઞા આપનાર કોણ ? તે મુદાઓ ઉંડી તપાસ માંગે છે. કયાંક છિદ્ર હોવુ જોઇએ. શંકા ઉદભવે છે. કોઇ મોટું ડ્રગ્‍સ પેડલરો સાથે સંકલનમાં હશે ? જે દેશદ્રોહી ગદારોને આર્શિવાદ આપે છે તેવું શકય નથી. છેલ્લા સાતથી આઠ વર્ષમાં અંદાજીત ૫૪૦૦ કિલો ડ્રગ્‍સ દરિયામાં ઝડપાયું.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા ૨૦૧૮થી આજદિન સુધી દરિયાઇ માર્ગે, ફિશીંગ બોટ મારફતે ઘુષણખોરી કરાવવામાં આવતા માદક પદાર્થો બાબતે અલગ-અલગ દરોડા દરમ્‍યાન દરિયાઇ માર્ગ માંથી ૭૭ પાકિસ્‍તાની, ૩૪ ઇરાની, ર નાઇઝીરીયન બોટો સહિત ૫૪૦૦  કિલો ડ્રગ્‍સ ઝડપાયું જેની કિંમત ૧૦ હજાર કરોડ જેટલી થાય છે.

દરિયાકીનારે ડ્રગ્‍સ ચોરી ધુસાડવાના બનાવો વધ્‍યા. ગુજરાત-મહારાષ્‍ટ્રના દરિયાઇ વિસ્‍તારો ડ્રગ્‍સની દાણચોરી માટે મુખ્‍ય માર્ગ બની ગયો છે. તાજેતરનાં વર્ષોમાં ભારતીય કોસ્‍ટગાર્ડ અને એટીએસ દ્વારા અનેક સંયુકત કામગીરીમાં મોટી માત્રામાં માદક પદાર્થો જપ્ત કર્યા છે. ગયા વર્ષે અપ્રિલ ૨૦૨૪માં આઇસીજીએ પોરબંદર નજીક એક પાકિસ્‍તાની બોટમાં ૮૬ કિલો આશરે રૂ.૬૦૦ કરોડની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. અને ૧૪ પાકિસ્‍તાની ક્રુ-સભ્‍યની ધરપકડ કરી હતી.

પોરબંદર એલ.ઓ.સી બોર્ડર ઉપર સાલ ૨૦૨૫ માં ૧૮૦૦ કરોડનું ડ્રગ્‍સ બાતમીદારે આપેલી માહિતીના આધારે એટીએસએ હરકતમાં આવી કોસ્‍ટગાર્ડ સાથે સંકલન કરી જોઇન્‍ટ ઓપરેશન કર્યુ. પાકિસ્‍તાનના ‘‘ફીદા'' નામના ડ્રગ્‍સ પેડલરે કન્‍સાઇમેન્‍ટ મોકલેલ. આ જથ્‍થો પોરબંદર તરફ આવતી પાકિસ્‍તાની ફિશીંગ બોટમાં એપ્રિલ મહિનામાં સાંજે ૪ થી રાત્રીના ૮ વાગ્‍યા દરમ્‍યાન પોરબંદર ચેનલ નંબર ૪૮ પર કોલ સાઇન ‘‘રમિઝ''ના નામથી તામિલનાડુની કોઇ બોટને ‘‘સાદિક'' ના નામથી બોલાવી તમામ ડ્રગ્‍સ ‘‘તામીલનાડુ'' મોકલવાનું હતું. બાતમી મળતા કોસ્‍ટગાર્ડ અને એ.ટી.એસ.  પહોંચી જતા શીપ દ્વારા ફેંકી દેવા પેકેટ ફેંકી દેવાયેલ. તમામ બ્‍લુ કલરના ડ્રગ્‍સ રિકવર કરવામાં આવ્‍યા. આ ડ્રગ્‍સની તપાસ કરતા તેમાંથી ૩૧૧ પેકેટ આશરે ૩૧૧ કિલો માદક પદાર્થ મળી આવેલ હતો. જેની આંતરાષ્‍ટ્રીય બજાર કિંમત રૂ.૧૮૦૦ કરોડ જેટલી છે.જે અત્‍યાર સુધી મોટામાં મોટુ ડ્રગ્‍સ કન્‍સાઇન્‍ટમેન્‍ટ હતુ. રીકવર કરાયેલ ડ્રગ્‍સને પોરબંદર લાવી પોરબંદર  એસ.ઓ.જી.ને સોંપી દેવાયું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર- બંદરમાં ડ્રગ્‍સ, ઘુષણખોરી આશરે ૩૦ થી ૩૫ વર્ષ જુની કહી શકાય. જે તે સમયે જુજ માત્રામાં નાની પડીકીઓમાં ઘુસાડવામાં આવતું. નાની પડીકીમાં વેંચવામાં આવતું. તે સમયે પોરબંદરનો દરિયો આટલો સંવેદનશીલ ગણાતો ન હતો. માત્ર દેશદ્રોહી ગદારો ઉપયોગ કરતા. જુના બંદર સુધી દાણચોરોના માલની હેરાફેરી થતી. ઇલેકટ્રોનીક-કટલેરી, તજના વાહણ મારફત ઘુસાડવામાં અવતું. આફ્રીકા ખંડમાંથી આવતી-જતી કારગો કમ મુસાફર-સ્‍ટીમર દર પંદર દિવસે અરસ-પરસ પરિવહન કરતી. જયારે ડ્રગ્‍સ- માદક પદાર્થ- પાવડર- નશો કરનારા માટે રાજકોટ-ધોરાજીની સાધારણ ભિક્ષુક જેવી વ્‍યકિત લાવતી. અને ચોકકસ સ્‍થળે વહેચાણ થતું. ડ્રગ્‍સ નશીલો પાવડર પડીકીમાં રાખવામાં આવતો. શાળા-કોલેજો આસપાસ વેરાન વિસ્‍તાર જયાં માનવ વસ્‍તીની આવન-જાવન કે યાંત્રીક વાહનની અવર જવર ન હોય તેવા સ્‍થળે આ શખ્‍સોની હાજરી રહેતી. જુના બંદર વિસ્‍તારમાં આવા ધંધાર્થીની બોલબાલા હતી. જો કે હાલ સત્તાવાર વિગતો ઉપલબ્‍ધ નથી. છતાં ત્રણ ચાર દિવસ ડેન્‍જર ચાર્લીએ કંઇક ઇશારાની સૌંય તાકી હતી. અત્રે એ યાદ આપવું જરૂરી છે. સને ૧૯૮પ-૮૬ ની સાલમાં ચાંદી દાણચોરીથી ઘુસાડવામાં આવતી તે સમયે એક મહાજન વર્ગની વ્‍યકિતનું વહાણ શંકાસ્‍પદ સ્‍થાનીક આઇ. બી.ની નજરમાં આવેલ. અને તેને સંબંધીત એજન્‍સી મારફત સીઝ કરાવેલ. લગભગ બે વરસ પોરબંદરની અસ્‍માવતી નદીની ખાડી લાંગરેલ નશીલી ગોળી નીકળેલ. ગાંધીનગરનું રેકેટ હતું. પડદો પડી ગયો, વહાણ વહેંચાય ગયું.

 આ ઉપરાંત ભારતીય ચલણની નોટોની હેરાફેરી વહાણમાં થતી રહી. નોટના બદલામાં પાકિસ્‍તાન દ્વારા ભારતીય ચલણ ડુપ્‍લીકેટ નવી નોટો ધુસાડવામાં આવતી. આ બાબત એજન્‍સીની નજરમાં આવી ગયેલ. તેમાં વિશેષ તપાસ આગળ વધી નહીં. તદઉપરાંત પોરબંદરના લઘુમતીના રહેણાંક વિસ્‍તારમાં સને ૧૯૮૪ ની સાલમાં જબરદસ્‍ત ફેરા કૌભાંડ પકડાયું. વિદેશી ચલણ-પાઉન્‍ડ  હસ્‍તગત થયેલ. દિલ્‍હીથી ગુપ્તચર ખાતાના ડીએસપી આ ખાસ ઓપરેશનમાં આવેલ. આ સમગ્ર વિદેશી ચલણ ફેરા કૌભાંડ સને ૧૯૮૪ માં પોરબંદર કસ્‍ટમ્‍સમાં ઇન્‍સ્‍પેકટર તરીકે ફરજ બજાવતા બે યુવાન કસ્‍ટમ્‍સ ઇન્‍સ્‍પેકટરોની સતત વોચમાં પકડાયુ હતું. સ્‍થાનીક એજન્‍સીને અંધારામાં રાખી સેન્‍ટ્રલમાંથી ડી. એસ. પી. ડેપ્‍યુટેશન  ઉપર  આવ્‍યા હતા. હાલ કિર્તી મંદિર પોલીસ સ્‍ટેશન જે તે સમયે શીતલા ચોક પોલીસ સ્‍ટેશન હતું. ત્‍યાં ગુન્‍હો દાખલ થવા માટે સળવળાટ થયો હતો. આંતર રાષ્‍ટ્રીય ચલણ, ફેરાની તપાસ જે તે સમયે ‘રો' (આરઓડબલ્‍યુ) એજન્‍સી ને સોંપવી તેવું  જાહેર થયું હતું. પરંતુ વાત આગળ વધી ન હતી અને હવાના તરંગોમાં ગુંથાઇ અને ધુમતી રહી હતી. આ બન્ને જે તે સમયના યુવાન કસ્‍ટમ્‍સ ઇન્‍સ્‍પેકટરો ઉચ્‍ચ પદે પહોંચી નિવૃત્ત જીવન ગાળે છે. તેમણે પોતાના ફરજ કાળમાં ઘણા પર્દાફાશ કરેલ. દાણચોરોમાં ફફડાટ રહેતો હતો. આ ઉપરાંત મેમણ વાડા વિસ્‍તારમાંથી એક ખુફીયા રેડીયો સ્‍ટેશન  પણ પકડાયેલ હતું. તેનું પ્રસારણ લઘુમતીના ઘરોમાં એમ્‍પલીફાયર મારફત ધ્‍વની પ્રસારણ કરી સંજ્ઞા અપાતી. આશરે ૩૦૦ જેટલા એમ્‍પલીફાયર ઝડપાયા હતા. જે તે સમયના શીતલા ચોક અને હાલ કિર્તી મંદિર પોલીસ સ્‍ટેશનમાં આ બાબતે ગુન્‍હાઓ નોંધાયા હતા. આ ઉપરાંત પોરબંદરનાં વર્તમાન જી. આઇ. ડી. વિસ્‍તારમાં લઘુમતી શખ્‍સના કારખાનામાંથી ભારતીય ડુપ્‍લીકેટ ચલણ છપાતું તેવી બાતમી આધારે શીતલા ચોક-કિર્તી મંદિર પોલીસ રેડ પાડેલ અને ડાય સહિત રૂા. ૧૦૦ છાપેલ પ્રોસેસ્‍ડ નોટ પકડી ગુન્‍હો દાખલ કરેલ.

 આમ જોઇએ તો પોરબંદર બંદર સને ૧૯પ૬ ની સાલથી સંવેદનશીલ રહયું છે. ત્‍યારે સોનાની ગીની પોલા લાકડામાં ભરી આવતી. સલાયાનો હાજી તાલબ-ગોસાબારે આવી કન્‍યાસઇન્‍ટમેન્‍ટ કલીયર કરતો અને જુમ્‍મો મચ્‍છીયારો કન્‍સાઇનમેન્‍ટ સ્‍વીકારી કલીયર કરતો. સરકારી કચેરીમાં વગ વર્ચસ્‍વ ધરાવતો. એસ. ટી. બસકે ખાનગી વાહનોમાં વિનામુલ્‍યે મુસાફરી કરતો. ગોસાબારા લેન્‍ડીંગ પોઇન્‍ટ સક્રિય થયા બાદ સને ૧૯૬૪-૬પ થી પોરબંદરની દરિયાઇ પટ્ટી, પોરબંદરથી હર્ષદ મીયાણીના સમુદ્ર કિનારે આવેલા ગામો સુભાષનગર, જાવર-કુછડી, કાટેલા, વિસાવાડા-મુળ દ્વારકા, ભાવપરા, મિયાણી ખુલ્‍યા તે સને ૧૯૮પ-૮૬ માં પૂવ જામનગર જીલ્લો, વર્તમાન દેવભૂમિ દ્વારકામાં ગણાતા નાવેદ્રા કિનારે જાગૃત -જીવંત બન્‍યો હતો. છેલ્લા ચાંદીના કન્‍સાઇનમેન્‍ટ મિયાણી-નાવેદ્રાના અરબી સમુદ્ર વિસ્‍તારમાંથી પકડાયા હતા. જાવર કુછડીયા નામનું  ચાંદીનું વહાણ અડી જતાં ભાંગ્‍યુ. તેમજ વસાવાડા-મુળદ્વારકા સુધી પગેરૂં પહોંચ્‍યુ હતું તે સમયે કસ્‍ટમ્‍સનો જન્‍મ નહીં પરંતુ તે કાર્ય ફરીયાદ નજીકની હકુમતના જયુરસડીકશન ધરાવતા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હા નોંધાતા આ વહાણ તૂટતા લોટરી લાગ્‍યા જેવુ થયુ  હતું. જે તે સમય બગવદર પો. સબ. ઇન્‍સ. તથા ગ્રામ્‍ય વિસ્‍તારના બે મોભી સહીત ચાર લોકોની કંપની હતી જેની હાક બોલતી. સ્‍થાનીક રાજકીય પક્ષના પદ સુધી તેમજ એક મોભી વ્‍યકિત ગ્રામ્‍ય સ્‍થાનીક સ્‍વરાજની સંસ્‍થા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, માનદપદવી જે.પી. એટલે કે ‘જસ્‍ટીશ ઓફ પીસ' બીજા વર્ગના માનદ મેજીસ્‍ટ્રેટ સુધી પહોંચેલ. જેમની બોલબાલા હતી. વચમાં એક યુગ એવો આવેલ. ‘તાઇવાન' ની ફીશીંગ બોટ પોરબંદરના સમુદ્રમાં ઘુસણખોરી કરી ડીપ ફીશીંગ કરતી પોરબંદર કસ્‍ટમ્‍સે પકડી હતી. આંતર રાષ્‍ટ્રીય જળ સમુદ્ર રેખા ભંગની ફરીયાદ, ગેર કાયદે ઘુસણખોરીની ફરીયાદ પોલીસે નોંધેલ.

 પોરબંદરની ફર્સ્‍ટ કલાસ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ  કોર્ટમાં ચાર્જશીટ થતાં ન્‍યાયકીય કાર્યવાહી કરેલ છતા એજન્‍સી, તાઇવાની ક્રુ સહિત ફીશીંગ કરતા મચ્‍છી જપ્ત કરેલ અને કોર્ટની પરવાનગીથી હરરાજી કરવામાં આવેલ. ‘તાઇવાન ઘુસણ ખોરી ફીશીંગ યુગ પુર્ણ થયો' અને દાણચોરી યુગ શરૂ થયો સને ૧૯૮પ થી ૧૯૯ર સુધી પોરબંદર દરીયા પટ્ટી જીવંત રહી. પરંતુ પરિવર્તન આવેલુ સુરક્ષાની આપ-લે માટે કન્‍સાઇમેન્‍ટ મોકલનાર બોસ ફોન, વાયરલેસ, સેટેલાઇટ ફોન જેવા ઉપકરણો ઉપયોગમાં લેવા લાગ્‍યા હાલ મોબાઇલ યુગ, સેટેલાઇટ યુગ સંકળાયેલ છે.

સને ૧૯પ૬ થી ર૦રપ એપ્રીલ સુધી પોરબંદરની સંવેદશીલ દરિયા પટ્ટી જીવંત ગણાય છે. આંતકવાદની ઘુસણખોરી એલ.ઓ.સી. પરથી ઝડપાતો મોતનો સામાન આર.ડી. એકસ, વેપન્‍સ, ઘાતકઅગ્નિ શષાો, ગેરકાયદે માનવધનની હેરાફેરી, ડ્રગ્‍સ પેડલરો દ્વારા માદક પદાર્થ ઘુસાડવાની ઘટનાઓ સતત બનતી રહી છે. બીજી તરફ રાજકીય દખલગીરી, સતા ટકાવવા-મેળવવા જે પ્રયોગ થાય છે તે ભારતીય સંસ્‍કૃતિ માટે લાંછન રૂપ ગણી શકાય. આર.ડી.એકસ શરૂઆતમાં અંદર સુધી પીલાણુ ધુસી આવેલ. વહોરાવાડ દરિયા કિનારે પ્રથમ લેડીંગ બોકસ ઉતરેલ. વર્તમાન આતંકવાદીઓ પણ પોરબંદરને હબ બનાવી રહયા છે. ? ! તાજેતરમાં ત્રણ આંતકવાદી કાશ્‍મીરથી રવાના થયેલ પોરબંદર ઉતર્યા ત્‍યારે રાજય એ.ટી.એલ. એ ઝડપી લીધેલ. એ.ટી.એસ. એ રાજસ્‍થાનથી પીછો  કરેલ હાલ જેલમાંથી એક મહીલા પણ છે. પોરબંદર શહેર ભલે નાનુ રહયું પરંતુ ગુજરાતનાં ૧૬૦૦ કીલો મીટર દરીયા કિનારામાં સમાવિષ્‍ટ છે. જે સંવેદનશીલ ગણાય છે.

પોરબંદરની દરીયાઇ ભુગોળ સહેલી નથી. જેમ જેમ સમય આગળ વધતો જાશે અને પરીવર્તન આવતુ જશે તેમ ટોપ કક્ષાના હકક તરીકે ઉપસી આવશે. હાલ તે દિશામાં આગળ પ્રગતિ કરી રહયું છે. તેવી નિશાની મળી રહી છે. કોઇ રાજકીય વ્‍યકિતનો પડછાયો મદદ કરી રહયો છે  તેવી એક બીનસતાવાર ચર્ચા કર્ણોપકર્ણ થઇ રહી છે.

પોરબંદર જીલ્લાની દરીયાઇ પટ્ટીની ૧૦પ કી.મી. નો અભ્‍યાસ કરીએ તો ગ્રામ્‍ય દરીયાઇ કીનારા પણ નેશનલ હાઇવે, રાષ્‍ટ્રીય ધોરી માર્ગ, રાજય ધોરી માર્ગ કે સ્‍થાનીક સ્‍વરાજના ધોરી માર્ગથી તદન નજીકમાં ૧૦૦ મી. થી ૩૦૦ મી. માં આવેલ છે. મોટા ભાગે કુરીયર-યાંત્રીક વાહનો સમુદ્ર કીનારા સુધી વિના રોક ટોક પહોંચી શકે છે. જેને લઇને માલની હેરફેર માટે વધુ અનુકુળ છે. વર્તમાનમાં જે ચક્ર ગોઠવાયુ છે તે મહાભારતના  અભિમન્‍યુ નો ચક્રવ્‍યુહ જેવું છે. મહાભારતમાં અભિમન્‍યુએ ગુરૂદ્રોણાચાર્ય રચીત છ કોઠા  વિંધ્‍યા પરંતુ સાતમો કોઠો વિંધી નહી સકતા મોતને ભેટયો. પરંતુ આતો દેશ દ્રોહી ગદ્‌ારોના કોઠા છે. તે એજન્‍સીઓ કયાંૅથી વિંધી શકે ? સરકાર ચલાવનારમાં આત્‍મ શુધ્‍ધી,ે દેહશુધ્‍ધી કેટલી ? વિશ્વની દ્રષ્‍ટીએ હિન્‍દુસ્‍તાન, ભારત અહિંસક-શાંત ગણાય છે. જે સત્‍ય છે પરંતુ ખરેખર અંદરની ભૌગોલીકતા ભરેલા અગિ્નને પણ ભુલાવે તેવી છે. મનોજકુમારના ભારતના દેશ ભકિતથી રંગાયેલા ઉપકાર ફિલ્‍મમા સ્‍વ.પ્રાણ યાને મલંગ દાદાની ભુમીકા નિભાવનાર સદા બહાર વિલન અને ચારીત્ર અભિનેતાનો ડાયલોગ છે કે ‘રાસન પર ભાષણ બહુજ છે પરંતુ ભાષણમાં રાસન નથી' તેવું શાસનકર્તાઓમાં છે. સત્તા જોઇએ, પૈસા જોઇએ તે ભુખ સંતોષાતી નથી. તેવી સાઠ મારીમાં ભારત ઘરની આંધીમાં અટવાયુ છે.

(12:26 PM IST)