<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ચોટીલામાં આઇશર અને રિક્ષાનો અકસ્‍માત : ૪ને ઇજા

મોટા કાંધાસરના શ્રમિકો કારખાને કામ કરી રાત્રે મોરબીથી લીધી પાછા આવતા'તા

વઢવાણ, તા.૨: ચોટીલામાં કનૈયા હોટલ સામે ચોકડી પર સીએનજી બાટલાની આઈસર અને ઓટો રિક્ષા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે. આ અકસ્‍માતમાં ઓટો રિક્ષા ચાલક સહિત ૪ મુસાફરોને ઈજા થઈ છે.

ઘાયલ થયેલા તમામ લોકો મોટા કાધાસર ગામના છે.

તેઓ મોરબી કારખાનામાં કામ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્‍યારે આ અકસ્‍માત થયો હતો. અકસ્‍માતની જાણ થતાં ચોટીલા નગરપાલિકાના ઉપપ્રમુખ કમલેશ પડ્‍યા અને પાલિકા સભ્‍ય હકાભાઈ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા.

તેમણે ઈજાગ્રસ્‍તોને રિક્ષામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દૂર હોવાથી પોલીસની જીપમાં ઘાયલોને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. ચોટીલાના વેપારી આગેવાન વિપુલ કોટકે જણાવ્‍યું કે કનૈયા ચોકડી પાસે વારંવાર અકસ્‍માત થાય છે.

અગાઉ પણ કેટલાક લોકોએ જીવ ગુમાવ્‍યા છે.

તેમણે હાઈવે ઓથોરિટીને વાહનોની ગતિ ઘટાડવા માટે બમ્‍પ બનાવવાની માગણી કરી છે.(૨૩.૧૦)

(11:41 AM IST)