<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપ વચ્‍ચે માવઠાની આગાહીથી ચિંતા

મહત્તમ તાપમાનમાં વધારો યથાવતઃ બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપ વચ્‍ચે માવઠાની આગાહીથી ચિંતા પ્રસરી ગઇ છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર પહોંચી જતા રસ્‍તાઓ સુમસામ થઇ જાય છે. જયારે કાલે શનિવારે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.રવિવારે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંડા પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે.જયારે સોમવારે કચ્‍છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪., મહત્તમ તાપમાન ૩૮, ભેજનું પ્રમાણ ૭૧ ટકા, પવનની ગતિ ૧૧.૩ કિ. મી. રહી હતી. (પ-૧પ)

કયાં કેટલી ગરમી

શહેર                  મહત્તમ તાપમાન

રાજકોટ     ૪૩.૬ ડીગ્રી

અમદાવાદ ૪૩.પ ડીગ્રી

અમરેલી    ૪ર.૮ ડીગ્રી

વડોદરા     ૪૦.૬ ડીગ્રી

ભુજ         ૪૧.૦ ડીગ્રી

ડીસા                ૪ર.૮ ડીગ્રી

દીવ        ૪૦.૦ ડીગ્રી

ગાંધીનગર     ૪૩.૦ ડીગ્રી

(11:54 AM IST)