News of Friday, 2nd May 2025
જામનગરના યાર્ડમાં કેરીની આવક શરૂ:કેસર, રત્નાગીરી અને કચ્છની કેરીનું થયું આગમન : જાણો શું રહ્યા ભાવ
જામનગરના માર્કેટમાં ગીર-સોમનાથ. પોરબંદર અને કચ્છની કેરીનું વેચાણ: બેંગ્લોરથી કેરીનું આગમન થયા પછી ભાવમાં ઘટાડો થઈ શકે .

જામનગર : ઉનાળો શરૂ થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થઈ રહ્યું છે. હવે જામનગરના યાર્ડમાં પણ કેરીની આવક શરૂ થઈ છે. મહત્ત્વનું છે કે, જામનગરના માર્કેટમાં ગીર-સોમનાથ. પોરબંદર અને કચ્છની કેરીનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓના મતે જેમ જેમ કેરીનું ઉત્પાદન વધશે એમ કેરીના ભાવમાં ઘટાડો થશે.
જામનગરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના એક બોક્સની 1400થી 1500 રૂપિયા કિંમત છે. આ ઉપરાંત રત્નાગીરી હાફુસ કેરીના 10 કિલોના એક બોક્સની કિંમત 2000થી 25000 રૂપિયા છે. જોકે, આ કિંમત ગયા વર્ષ કરતા વધુ છે. વેપારીએ જણાવ્યા મુજબ, આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું છે. માર્કેટ યાર્ડમાં બેંગ્લોથી કેરીનું આગમન થયા પછી ભાવમાં ઘટાડો થઈ શકે છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
