News of Friday, 2nd May 2025
ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા કાર્યરત તેમના પૌત્ર પિનાકી મેઘાણીનો જન્મદિન

રાજકોટ તા. ર :.. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અને www.jhaverchandmeghani.org વેબસાઈટના ણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીનો આજે (૦૨ મે) જન્મ દિવસ છે.
ગુજરાતની ગૌરવવંતી સંસ્કળતિ, સાહિત્ય, સંગીત અને કલાની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય, માતળભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર તથા દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન માટે પિનાકી મેઘાણી સવિશેષ કાર્યરત છે. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યાં બિરુદથી નવાજ્યાં હતાં તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની સ્મળતિને જીવંત રાખવા તથા એમના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવળત્તિઓને વેગ આપવા માટે પણ તેઓ સતત કાર્યરત છે. નવયુવાનોને પ્રેરિત કરતી રાષ્ટ્રહિતની આ પ્રવળત્તિઓ તેઓ લાગણીથી પ્રેરાઈને નિઃસ્વાર્થભાવે અને સંપૂર્ણ બીન-વ્યવસાયિક રીતે કરે છે. આ પ્રવળત્તિઓ થકી કયારેક અર્થ-ઉપાર્જનની અપેક્ષા રાખી નથી.
સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ, સંશોધક, લેખક, સંગીતજ્ઞ, વકતા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને ૦૨ મે ૧૯૭૦ના રોજ રાજકોટ ખાતે જન્મેલા પિનાકી મેઘાણી વ્યવસાયે ઈન્ફોટેક ક્ષેત્રે કાર્યરત છે. શાળા-જીવન દરમિયાન કિશોરવયે જ સંગીત વિશારદ તથા સંસ્કળત વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી. અગ્રગણ્ય ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા દ્વારા પ્રગટ થયેલ દેશ-વિદેશનાં ૫૧ ગૌરવવંતા ગુજરાતીઓનાં શબ્દચિત્રની વિશેષ પૂર્તિ (૨૦૧૬)માં પિનાકી મેઘાણી પસંદગી પામ્યા છે. પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો, સામયિકો અને ટીવી ચેનલમાં પિનાકી મેઘાણી અને તેમના કાર્ય વિશે લેખ/સમાચાર નિયમિતપણે પ્રસિધ્ધ થાય છે. ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન ટ્રસ્ટની સ્થાપના ૨૦૧૨માં પિનાકી મેઘાણીએ કરી છે.
ઉત્તમ પુસ્તકો વાચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે પિનાકીભાઈના પિતા સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેઘાણી આજીવન કાર્યશીલ રહ્યા હતા. નાનકભાઈએ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે સાહિત્ય મિલાપની સ્થાપના ૧૯૬૧માં તથા અમદાવાદ ખાતે ગ્રંથાગારની સ્થાપના ૧૯૭૭માં કરી હતી. ઙ્કાધ્યાપક રહી ચૂકેલાં માતા સ્વ. કુસુમબેન મેઘાણી પિનાકીભાઈના સતત પથદર્શક રહ્યાં હતાં.
ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતી માહિતીસભર અને વિસ્તળત વેબસાઈટ www.jhaverchandmeghani.org પિનાકી મેઘાણીએ ૨૦૦૦માં બનાવી છે, જેમાં ૧૦૦૦ જેટલી દુર્લભ તસ્વીરો ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના કંઠે ગવાયેલાં ૨૧ ગીતો પણ ઉપલભ્ધ છે. વેબસાઈટનાં સંશોધન માટે પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણીએ ગુજરાત-રાજસ્થાનનો ૫૦૦૦ કિ.મી જેટલો સઘન પ્રવાસ કર્યો છે. વિશ્વભરમાંથી લાખો સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકોઓએ ૧ ઞ્ગ્ જેટલી અધિકળત માહિતી ધરાવતી આ વેબસાઈટની મુલાકાત લીધી છે.
રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મળતિ-સ્થળો : ચોટીલા (જન્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ, સૌરાષ્ટ્ર-ફૂલછાબના તંત્રી), ધંધુકા (શૌર્યભૂમિ, ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ભરી અદાલતમાં, ધીરગંભીર અવાજે, એમનું સ્વરચિત ગીત છેલ્લી પ્રાર્થના ગાયું ને વિશાળ માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ આંસુભીની થઈ ગઈ), ધોલેરા (૧૯૩૦નો ધોલેરા સત્યાગ્રહ-સિંધુડો), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ, શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (હાઈસ્કૂલ), ભાવનગર અને જૂનાગઢ (કોલેજ), બગસરા (વડવાઓનું વતન) તેમજ અમદાવાદ-સાબરમતી જેલ ખાતે સ્મારક, સચિત્ર પ્રદર્શન, મેઘાણી-તક્તી, મેઘાણી-સાહિત્ય કોર્નર માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્નશીલ છે.
છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતભરમાં ૩૦૦થી વધુ પ્રેરક સ્વરાંજલિ કાર્યર્ક્મોનું સફળ આયોજન-સંયોજન પિનાકી મેઘાણીએ કર્યું છે. નવયુવાનો અને બહેનો સહિત હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે છે. મેઘાણી વંદના, કસુંબીનો રંગ, ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે (શૌર્ય અને દેશપ્રપ્રમનાં ગીતો), રઢિયાળી રાત (લોકગીતો-રાસ-ગરબા), સોરઠી સંતવાણી (ભજનો) જેવાં વિવિધ સ્વરાંજલિ કાર્યર્ક્મોની પરિકલ્પના પિનાકી મેઘાણીએ કરી છે.
મેઘાણીગાથા, કસુંબીનો રંગ, ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે, બાપુ તમે કયાં છો ? તથા Jhaverchand Meghani : A Legendary Gujarati Litterateur and Freedom Fighter જેવાં માહિતીસભર અને રસપ્રદ પુસ્તકોનું આલેખન કર્યું છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો પર આધારિત મ્યૂઝીક સીડી કસુંબીનો રંગ, ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે, રઢિયાળી રાત તથા સોરઠી સંતવાણીનું સંકલન પણ કર્યું છે.
પિનાકી મેઘાણી દ્વારા આલેખિત પુસ્તકો-સીડીની ૨૫૦૦૦ જેટલી નકલ શાળા, કોલેજ અને ગ્રંથાલયમાં ભેટ અપાઈ છે. ઝવેરચંદ મેઘાણીના સ્મળતિ-સ્થળો, ગ્રંથાલય, શાળા-કોલેજ, સરકારી કચેરીઓ અને પોલીસ-સ્ટેશનમાં ૧૦૦થી વધુ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે. ૬× ૩× ૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં ઝવેરચંદ મેઘાણી લિખિત તમામ પ્રાપ્ય પુસ્તકો રાખવામાં આવે છે જે સ્થળ પર બેસીને વાંચી શકાય છે. (પ-૭)
સંપર્ક :-
પિનાકી નાનકભાઈ મેઘાણી
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
