News of Friday, 2nd May 2025
જૂનાગઢમાં સીએનજી રીક્ષામાં ૮૪ બોટલ દારૂ ભરી નીકળેલ શખ્સ પકડાયા
પોલીસે ૬૮,૫૮૪નો મુદ્દામાલ જપ્ત કર્યો, અન્ય ૨ શખ્સ સામે પણ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૨: જૂનાગઢમાં સીએનજી રીક્ષામાં ૮૪ બોટલ દારૂ ભરી નીકળેલ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૬૮,૫૮૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુનાગઢ શહેરના સંજય નગર પાછળ ગ્રોફેડ મીલ ફાટક પાસેથી જીજે ૦૫ બીયુ ૯૮૪૭ નંબરની સીએનજી રિક્ષામાં દારૂનો જથ્થો નીકળવાનો છે એવી બાતમી મળતા ગુરુવારે સાંજે સી ડિવિઝન પીઆઈ વી. જે. સાવજના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન સંજય નગર ગ્રોફેડ મિલ તરફથી બાતમીવાળી રીક્ષા આવતા ચાલકને ઉતારી ચેક કરતા રીક્ષામાંથી રૂપિયા ૨૮,૫૮૪ના કિંમતનો ૮૪ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ રીક્ષા મળી રૂપિયા ૬૮,૫૮૪ નો મુદ્દામાલ કબજે લઈ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો રિક્ષા ડ્રાઇવર રાકેશ ચતુર ગોહેલની ધરપકડ કરી હતી.
શખ્સે પૂછપરછમાં દારૂનો જથ્થો તેનો મિત્ર પ્રદીપ ખાડિયામાં રહેતો દિલીપ ઉર્ફે ભૂમો ઠાકોરે મંગાવ્યો હોવાનું અને સંજયનગરનો મોહિત બાવને મોકલ્યો હોવાનું જણાવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (૩.૮)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
