<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પડધરીમાં બાંગ્‍લાદેશી મહિલા પકડાઇ

રાજકોટ રૂરલ ક્રાઇમબ્રાંચ અને પડધરી પોલીસે ઝડપી લીધીઃ મહિલા પાસેથી બાંગ્‍લાદેશનું આઇ.ડી. કાર્ડ પણ મળ્‍યુ

રાજકોટ તા.૩: રાજકોટ રૂરલ ક્રાઇમબ્રાંચ અને પડધરી પોલીસની ટીમે પડધરીમાંથી બાંગ્‍લાદેશી મહિલાને પકડી પાડી વિશેષ તપાસ હાથધરી છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્‍ય દેશોના લોકોને સામે કામગીરી કરી, શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે સિમરન ભારદ્વાજ , એ.એસ.પી. ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર વી.વી.ઓડેદરા એલ.સી.બી.રાજકોટ ગ્રામ્‍યના સુચના મુજબ પેટ્રોલીગ દરમ્‍યાન એલ.સી.બી શાખાના એ.એસ.આઈ. રવિદેવભાઈ બારડ તથા વકારભાઈ આરબને ખાનગી રાહે હકીકત મળેલ કે, પડધરી, મોવીયા સર્કલ પાસે એક મહીલા કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરラકાયદેસર રીતે હાજર હોવાની હકીકત મળતાની સાથે જ એલ.સી.બી. ટીમ પડધરી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એસ.એન.પરમાર તથા પો.સ્‍ટે.ના સ્‍ટાફની ટીમ સાથે હકીકત વાળી જગ્‍યાએ તપાસ કરાવતા સાહીદાબેન ડો/ઓ ખલીલમાતુબ્‍બર અખ્‍તર ઉ.વ.૩૪ રહે.હાલ મંગલબાગ ગુરુદ્રારા ચોકડી સરકારી હોસ્‍પીટલ પાસે જામનગર મૂળ રહે. ગોહેલપોટા ગામ પો.સ્‍ટ. કાઝી કરવલ તા.નગરકંડા જી.ફરીદપુર બાંગ્‍લાદેશ વાળાની પાસે ભારતીય ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્‍સ, પાનકાર્ડ કે અન્‍ય કોઈ બીજા પુરાવા મળી આવેલ નહી. જેથી મજકુર ઈસમની પુછપરછ કરતા, પોતે બાંગ્‍લાદેશી નાગરીક હોવાની અને કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજુરી વગર અહીં રહેતા હોવાનું જણાવેલ. બાદ મજકુર વિદેશી ઈસમ પાસેથી બાંગ્‍લાદેશનુ આઇ.ડી.કાર્ડ મળેલ. જેથી શંકાસ્‍પદ બાંગ્‍લાદેશી નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 આ કાર્યવાહી રૂરલ એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્‍સ. એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ. બાલકળષ્‍ણ ત્રિવેદી, પો.કોન્‍સ. ભારતીબા સરવૈયા તેમજ પડધરી પો.સ્‍ટે.ના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એસ.એન. પરમાર, જે.જે.વાળા, એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા, પો.કોન્‍સ. જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ગોહીલ સહિતના સ્‍ટાફે કરી હતી.

(11:57 AM IST)