<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

શ્રી સોમનાથ મંદિરના ૭૫ માં સ્‍થાપના દિવસની ભક્‍તિ ભાવપૂર્ણ ઉજવણી

સરદાર વંદના અને પૂષ્‍પાંજલી, ધ્‍વજા પૂજા, મહાપૂજન સંપન્‍ન

(દિપક કકકડ દ્વારા) વેરાવળતા. ૩: આજ રોજ પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિરના ૭૫ માં સ્‍થાપના દિવસની તીથી અનુસાર ભક્‍તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્‍થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્‍થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્‍વતંત્ર થયો ત્‍યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્‍પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શકય બન્‍યું. જ્‍યારે મંદિરનું ગર્ભગળહ તૈયાર થયું ત્‍યારે સોમનાથ જ્‍યોતિર્લીંગ સ્‍વરૂપની પ્રાણપ્રતિષ્ઠા ૧૧ મે ૧૯૫૧ અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદના હસ્‍તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. આજે આ મહાન ક્ષણ ને ૭૪ વર્ષ થયા છે.

વિશ્વમાં કરોડો ભક્‍તોના આસ્‍થાનું કેન્‍દ્ર સૌરાષ્‍ટ્રના રત્‍નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ૭૫મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્‍યક્ષ દર્શીઓ અનુસાર તત્‍કાલીન રાષ્‍ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્‍થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્‍યારે ૧૦૮ તીર્થસ્‍થાનોના અને ૭ સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્‍યો હતો અને એ ધન્‍ય પળે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવી હતી.

આજે શ્રી સોમનાથ મંદિર ના ૭૫  માં સ્‍થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્‍પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શકય બન્‍યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારશ્રી ને પૂષ્‍પાંજલી અર્પણ કરવામાં આવેલ, સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્‍વજા રોહણ કરવામાં આવેલ, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સવારે ૯:૪૬ વાગ્‍યે મહાપૂજા કરવામાં આવેલ હતી, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શળંગાર ની પ્રતિકળતિ રૂપ ભસ્‍મ ત્રિપુંડ નો શળંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ટ્રસ્‍ટના ઇન્‍ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે તથા ટ્રસ્‍ટ પરિવાર અને સ્‍થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં. આજે વિશેષ રૂપે સંધ્‍યા આરતી સમયે મહાશળંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે. (તસ્‍વીર દેવાભાઇ રાઠોડ)

 

(11:59 AM IST)