<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પોરબંદર જિલ્લામાં આંદોલન દેખાવો રેલી અને સરઘસ ઉપર પ્રતિબંધ

પોરબંદર, તા. ૩ : જાહેર શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુથી પોરબંદર જિલ્લામાં  આગમચેતીના પગલા રૂપે નિયંત્રણ લાદવા અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી શ્રી જે.બી. વદર (જી.એ.એસ.), પોરબંદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી શ્રી જે.બી. વદર (જી.એ.એસ.), પોરબંદર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા પ્રમાણે સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્‍તારમાં તા.૧૧/૦૫/૨૦૨૫ સુધી આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવેલ છે, આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગળહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્‍યકિત, સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમો અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં.

આ જાહેરનામા અન્‍વયે હેડ કોન્‍સ્‍ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકળત કરવામાં આવ્‍યા છે. આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્‍હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે.

ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્‍હો સાબિત થયે તે વ્‍યકિતને છ માસની સાદી કેદ-અથવા રૂા.૨,૫૦૦/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્‍વાસ્‍થ્‍ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્‍પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્‍યકિતને એક વર્ષની કેદ અથવા રૂ.૫,૦૦૦/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે. તેમ જણાવાયું છે.

(12:28 PM IST)