<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મોરબી પાલિકાની બીજી સંકલન બેઠકમાં ટ્રાફિક, પાણી, સફાઈ, ભુગર્ભ, દબાણ સહિતના પ્રશ્નો રજૂ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩: મોરબી મહાનગરપાલિકા દ્વારા આશરે અઢી મહિના બાદ સંકલન બેઠકનું આયોજન કરાયું હતું. કમિશનર સહિતના અધિકારીઓ, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમળતિયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો બેઠકમાં રજૂ કરવામાં આવ્‍યા હતા.

આ અંગે ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્‍યું હતું કે, આજની સંકલન બેઠકમાં ટ્રાફિક, ભુગર્ભ, પાણી અને દબાણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સરકારમાંથી જે સુવિધાઓ લાવવાની છે તેની ચર્ચા કરાઈ હતી. ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે, ઓવરબ્રીજ બને અને રસ્‍તાઓ જોઈન્‍ટ થાય જેથી ટ્રાફિક ડાયવર્ટ કરી શકાય તેવી ચર્ચા કરવામાં આવી છે. આ વાતને કમિશનરે પણ ધ્‍યાને લીધી છે.

ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયાએ કહ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બની પછી આ બીજી સંકલન બેઠક યોજાઈ હતી. કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આ બેઠકમાં રસ્‍તા પહોળા કરવા, પાણીની વ્‍યવસ્‍થા ૫ બ્રીજ બનાવવા, બગીચા બનાવવા, જુના બગીચાનું રિનોવેશન કરવું સાહેતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ તમામ બાબતે એકાદ મહિનામાં કામગીરી ચાલુ થઈ જશે.

(12:29 PM IST)