News of Saturday, 3rd May 2025
પોરબંદર શહેર ભાજપની નવી ટીમઃ પ્રમુખપદે સાગરભાઇ મોદીઃ ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહીલ
મહામંત્રી નરેન્દ્રભાઇ બાબુભાઇ કાણકીયાઃ મંત્રી ઉર્મીલાબેન શીંગરખીયાઃ કોષાધ્યક્ષ જયભાઇ ઉદાણી

પોરબંદર, તા. ૩: શહેર ભાજપ પ્રમુખપદે સાગરભાઇ રાજેશભાઇ મોદી ની વરણી સાથે શહેર ભાજપ ની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ ની નિમણુંકો કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચુંટણી સમિતિ દ્વારા તેમજ સ્થાનિક જિલ્લા અને મંડલ સાથે સંકલન કરી ચર્ચા વિચારણા કરી શહેર ભાજપ ની નવી ટીમનો નિર્ણય લેવાયો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી સહીત આગેવાનો દ્વારા નવનિયુકત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.
શહેર ભાજપની નવી ટીમમાં સાગરભાઇ રાજેશભાઇ (મનુભાઇ) મોદી પ્રમુખ, ઉપપ્રમુખ પદે રાજેન્દ્રસિંહ હરીશચંદ્ર ગોહીલ, વિજયભાઇ તુલશીભાઇ વડુકર, હરીશભાઇ ગોપાલભાઇ થાનકી, મીનલબેન કિરીટભાઇ બલભદ્ર, ભારતીબેન રાજેશભાઇ ગોહેલ, ભરતભાઇ ભીખુભાઇ રાઠોડ, નીલેશભાઇ હરિભાઇ બાપોદરા ની વરણી કરવામાં આવી.
શહેર ભાજપ મહામંત્રી પદે નરેન્દ્રભાઇ બાબુભાઇ કાણકિયા (મુન્નાભાઇ) રેખાબેન દીપેનભાઇ બારાજ તેમજ ઉર્મીલાબેન ગૌતમભાઇ શીંગરખીયા, દીપકભાઇ રણમલભાઇ શોડા, માલદેભાઇ બાબુભાઇ ઓડેદરા, રમેશભાઇ વાજા (જાવર સરપંચ) વજીબેન ભરતભાઇ કોડિયાતર તેમજ જયભાઇ વિનોદરાઇ લાખાણી ની કોષાધ્યક્ષ તરીકે વરણી કરી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
